સાઉથની ખબુસુરત અભિનેત્રીએ પૂર્વ પતિ નાગા ચૈતન્ય માટે એવી એવી જગ્યાએ ટેટૂ કરાવ્યા કે ઉપ્સ…જુઓ તસવીરો
તેલુગુ સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુ ચાહકો વચ્ચે ખૂબ લોકપ્રિય છે. સમંથા ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેના અને નાગા ચૈતન્યના છૂટાછેડા થયા હતા. બંનેએ લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા અને લગ્નના ચારેક વર્ષ બાદ બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. જો કે ચાહકો હજુ પણ એવી આશામાં છે કે આ બંનેની જોડી ફરી એક વખત સાથે આવશે પરંતુ સામંથાએ આ વાતને સ્પષ્ટપણે નકારી દીધી છે. હવે સામંથાનું વધુ એક નિવેદન આ તરફ ઈશારો કરી રહ્યું છે. સામંથાએ તાજેતરમાં તેના ચાહકો માટે ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગ સેશન કર્યું હતું.
આ સેશનમાં ચાહકોએ સામંથાને ઘણા પ્રશ્નો પૂછ્યા. એક યુઝરે સામંથાને પ્રશ્નમાં પૂછ્યું, ‘શું તમે નવું ટેટૂ કરાવવાનું વિચારી રહ્યા છો?’ આના જવાબમાં તેણે કહ્યું, ‘હું મારાથી નાના લોકોને એક વાત કહેવા માંગુ છું કે ક્યારેય કોઈ ટેટૂ ન કરાવો. ક્યારેય પણ નહિ. તમને જણાવી દઇએ કે, સામંથાના શરીર પર ત્રણ ટેટૂ છે. તેણે પોતાની પીઠ પર પહેલું ટેટૂ કરાવ્યું જેમાં ‘YMC’ લખેલું છે. આ ટેટૂનું નામ સામંથાની ડેબ્યૂ ફિલ્મ ‘યે માયા ચેસેવ’ પરથી રાખવામાં આવ્યું છે જેમાં તે નાગા ચૈતન્ય સાથે જોવા મળી હતી.
આ સિવાય તેણે પોતાની કમર પર એક ટેટૂ કરાવ્યું છે જેમાં ‘ચાય’ લખેલું છે જે નાગા ચૈતન્યનું હુલામણું નામ છે. આ સિવાય સામંથાએ તેના કાંડા પર એક ટેટૂ કરાવ્યું છે અને તે જ ટેટૂ નાગાના હાથ પર પણ છે. સામંથા અને નાગાએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. જોકે ગયા વર્ષે તેમનું અલગ થવું ચાહકો માટે આઘાતજનક હતું. સામંથા છેલ્લે સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’ના આઈટમ સોંગમાં જોવા મળી હતી જેમાં તેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
હવે ચાહકો હિન્દી ફિલ્મોમાં સામંથાના ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે. જો કે સામંથા બોલિવૂડમાં ક્યારે ડેબ્યૂ કરશે, તેણે આ વિશે હાલ તો કંઇ જણાવ્યું નથી. સામંથા સુપરહિટ વેબ સિરીઝ ‘ફેમિલી મેન 2’માં જોવા મળી હતી. જેમાં તેણે મનોજ બાજપેયી સાથે કામ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેના કામને ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ. સામંથા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના ચાહકો સાથે તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે.