હે ભગવાન આ શું થયું? વધુ એક દિગ્ગજ સેલિબ્રિટીનું ઘર ભાંગ્યું હતું, ફેન્સની પણ બૂમો પડી ગઈ

સામંથા અક્કિનેકી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મશહૂર અભિનેત્રીઓમાંની એક છે. સામંથાએ ટોલીવુડ સાથે સાથે બોલિવુડમાં પણ જબરદસ્ત છાપ છોડી છે. આ સાથે જ તે તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે.

સામંથા અક્કિનેકી અને સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્યએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. બંને સાઉથ ઇન્ડસ્ટ્રીના ક્યુટ કપલમાંના એક છે. પરંતુ હાલમાં તે બંનેના લગ્નજીવનમાં કંઇ ઠીક ચાલી રહ્યુ નથી.

સામંથાએ સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ અક્કિનેકી હટાવી માત્ર S કરી દીધુ છે અને ત્યારથી એ વાતે જોર પકડ્યુ છે, નાગા ચૈતન્ય અને સામંથા વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યુ નથી. આ બધા વચ્ચે ઇટાઇમ્સના રીપોર્ટ અનુસાર સામંથાનો ઇન્ડસ્ટ્રી સાથેનો પ્રેમ તેના પતિ સાથે ખટપટનું કારણ બની ગયો છે.

સામંથા લગ્ન બાદ તેના કરિયર અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીને છોડવા માંગતી નથી. આવામાં તે અવાર નવાર તેના બોલ્ડ ફોટોશૂટ કરાવે છે અને તે આવા ફોટોશૂટ્સથી પરહેજ  રહેવા નથી માંગતી. સાઉથની ફેમસ અભિનેત્રી અને ‘ ધ ફેમિલી મેન 2’માં ‘રાઝી’નું પાત્ર નિભાવવા વાળી સામંથા અક્કિનેકી તેના સુંદર અને સ્ટાઈલિશ લુકને કારણે ફરી એક વાર ચર્ચામાં છે.

સામંથા અક્કિનેકી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી હંમેશા સિમ્પલ લુકમાં લોકોનું ધ્યાન તેની ખેંચી લેતી હોય છે. ઇન્સ્ટાગ્રામ પર સામંથા અક્કિનેકીને 17 મિલિયથી પણ વધારે ફોલોઅર્સ છે.

ચાહકો તેના અભિનયની ખુબ જ પ્રશંશા કરી રહ્યા છે. સામંથાએ ‘રાઝી’નાં અભિનયમાં લોકોનું દિલ જીતી લીધું હતું. પડદા પર ભલે સામંથા અલગ-અલગ પાત્રમાં દેખાતી હોય પરંતુ સામંથા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહેતી હોય છે.

સામંથા અક્કિનેકીએ  થોડા સમય પહેલા જ તેની કેટલીક તસવીરો શેર કરી હતી. અભિનેત્રી તે તસવીરમાં બધું જ સ્ટાઈલિશ અને ગ્લેમરસ લાગી રહી છે. તે તસવીરોમાં સામંથા તેની અદાઓથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. તે સ્ટ્રેપી ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી છે.

સાઉથ ઇન્ડસ્ટ્રીના બેસ્ટ કપલ્સમાંના એક નાગા ચૈતન્ય અને સામંથા અક્કિનેકીએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. બંને વચ્ચે અનબનની ખબરો લાંબા સમયથી આવી રહી હતી. હવે બંનેને છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. સામંથા અને નાગા બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ જાણકારી આપી છે.

સામંથા અને નાગાએ પોસ્ટ શેર કરી લખ્યુ કે, અમારા બધા શુભચિંતકો. મેં અને નાગાએ ઘણો વિચાર કરી પતિ-પત્નીના સંબંધના રસ્તા અલગ કરવાનો નિર્ણય લીધો છે. અમે ઘણા ખુશકિસ્મત છીએ કે અમારી મિત્રતા દસ વર્ષથી વધારેની રહી, જે અમારા રિલેશનશિપનો આધાર હતી. જે અમારા વચ્ચે હંમેશા સ્પેશિયલ સંબંધ રાખશે.
આ પોસ્ટમાં આગળ લખ્યુ કે, અમે ચાહકો, મીડિયા અને શુભચિંતકોને રિકવેસ્ટ કરીએ છે કે આ મુશ્કેલ સમયમાં અમારો સપોર્ટ કરો અને અમને આગળ વધવા માટે પ્રાઇવસી આપો. તમારા સપોર્ટ માટે આભાર…

હાલમાં જ રીપોર્ટ્સ આવ્યા હતા કે નાગા ચૈતન્ય અને સામંથા ફેમીલી પ્લાનિંગની તૈયારી કરી રહ્યા છે. એક ન્યુઝ પોર્ટલ અનુસાર સામંથાએ નવી કોઇ ફિલ્મ સાઇન કરી નથી. કારણ કે તે તેના પરિવાર પર હવે ધ્યાન આપવા માંગતી હતી. આ માટે તેણે શાંતિ બનાવી હતી અને મીડિયાના સવાલોથી બચવા માંગતી હતી. હાલમાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર ચાહકોને જણાવ્યુ હતુ કે તે હૈૈદરાબાદથી મુંબઇ શિફ્ટ નથી થઇ રહી.

જણાવી દઇએ કે, સામંથાએ લગ્ન સંબંધમાં તણાવની જાણકારી ચાહકોને આપી હતી. કેટલાક મહિના પહેલા જ તેણે સોશિયલ મીડિયા પર તેના નામ પાછળથી અક્કિનેકી સરનેમ હટાવી માત્ર S કરી દીધુ હતુ. તે બાદથી સોશિયલ મીડિયામાં તેના અને નાગા ચૈતન્યના સંબંધને લઇને ઘણા ચર્ચાઓ જાગી હતા. જો કે, હવે સામંથા અને નાગાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી બધા ચાહકોને ચોંકાવી દીધા છે.

સામંથા અક્કિનેકી અને સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્યએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. ઇટાઇમ્સના રીપોર્ટ અનુસાર સામંથાનો ઇન્ડસ્ટ્રી સાથેનો પ્રેમ તેના પતિ સાથે ખટપટનું કારણ બની ગયો છે. સામંથા લગ્ન બાદ તેના કરિયર અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીને છોડવા માંગતી નથી. આવામાં તે અવાર નવાર તેના બોલ્ડ ફોટોશૂટ કરાવે છે અને તે આવા ફોટોશૂટ્સથી પરહેજ  રહેવા નથી માંગતી.

રીપોર્ટ અનુસાર તો એવું પણ કહેવામાં આવ્યુ છે, સ્ક્રીન પર સામંથાની જે કર્વ્સ બતાવવાની રીત છે તે તેના પતિ અને સસરાને પસંદ નથી આવતી અને તેની સાસુ દ્વારા તેને આ આદત બદલવા વિશે કહેવામાં પણ આવ્યુ છે. તે બાદ જોઇએ તો તેણે સુપરહિટ વેબ સીરીઝ ‘ફેમીલી મેન 2’માં જે પાત્ર નિભાવ્યુ તેના કારણે  તેને દેશભરમાં ઘણી પ્રશંસા મળી છે પરંતુ રીપોર્ટ અનુસાર સામંથાના આ નિર્ણયે પરિવારના સભ્યોને પરેશાન કર્યા છે.

13  સપ્ટેમ્બરના રોજ સામંથાએ સોશિયલ મીડિયા પર પતિની અપકમિંગ ફિલ્મ લવ સ્ટોરીનું ટ્રેલર શેર કર્યુ હતુ. આમાં સામંથાએ ફિલ્મની હિરોઇન સાઇ પલ્લવીને ટેગ કરી હતી પરંતુ તે પતિને ટેગ કરવાનું ભૂલી ગઇ હતી અને તે બાદ લોકોને લાગ્યુ કે બંને વચ્ચે સંબંધ બગડી ચૂક્યા છે. બંનેના લગ્નજીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ આવી ખબર ત્યારે આવી જયારે સામંથાએ અક્કિનેકી સરનેમ હટાવી દીધી.

 

View this post on Instagram

 

A post shared by S (@samantharuthprabhuoffl)

સામંથા સાઉથ ઇન્ડસ્ટ્રીની કામયાબ અભિનેત્રીઓમાંની એક છે. “થેરી” “ઇગા” અને “સુપર ડિલક્સ” જેવી હિટ ફિલ્મોનો ભાગ રહેલી સામંથા “ધ ફેમિલી મેન 2” બાદથી મશહૂર થઇ ચૂકી છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, આ વેબ શો બાદ સામંથા માટે બોલિવુડમાં તેની એન્ટ્રી ઘણી આસાન થઇ ગઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)

Shah Jina