મનોરંજન

આવા હોટ ટૂંકા કપડામાં સમુદ્ર કિનારે નજરે આવી હતી નાગાર્જુનની વહુ, માલદીવમાં આ સાથે કરી રહી છે મોજ

નાગાર્જુનના વહુરાણીએ વિદેશમાં લગાવી આગ, એવી એવી કાતિલ તસ્વીરો મૂકી કે સસરા નાગાર્જુનના પણ હોંશ ઉડી જશે

હાલ કોરોના કહેર વચ્ચે પણ સિતારો વેકેશનનો આનંદ માણી રહ્યા છે. કોઈ દુબઈમાં તો કોઈ ગોવામાં તો કોઈ માલદીવમાં વેકેશનનો આનંદ માણી રહ્યું છે. આજકાલ સેલેબ્સની સૌથી પસંદગીની જગ્યા માલદીવ છે. અહીં ઘણા સેલેબ્સ વેકેશનનો આનંદ માણી રહ્યા છે.

જે પૈકી એક છે સુપર સ્ટાર નાગાર્જુનના દીકરો અને વહુ નાગા ચૈતન્ય અને સામંથા અક્કીનેની. સામંથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની જાણીતી એક્ટ્રેસ છે. આજકાલ તે વેકેશનનો આનંદ માણી રહી છે. સામંથા સોશિયલ મીડિયામાં પણ ઘણી એકિટવ રહે છે. તે વેકેશનની તસ્વીર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

સામંથા માલદીવથી જોડાયેલી ઘણી તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. આ તસ્વીરમાં તે અલગ-અલગ અંદાજમાં નજરે ચડે છે. સામંથા અક્કીનેનીની તસ્વીર ફેન્સને પણ ઘણી પસંદ આવી રહી છે.

સામંથાએ ઇન્સ્ટાગ્રામ પર સફેદ તસ્વીર શેર કરી હતી. સફેદ નીલા સમુદ્ર કિનારે તે મોટી હૈટ પહેરીને પોઝ દેતી નજરે ચડે છે. આ સાથે જ તસ્વીર શેર કરતા હતું કે, તમે બ્રહ્માંડમાં છો અને થોડા સમય માટે ખુદને મનુષ્યના રૂપમાં વ્યક્ત કરીએ છીએ.

અન્ય એક તસ્વીર પણ ફેન્સ સાથે શેર કરી છે જેમાં તે સીડી ચડતી જોવા મળી રહી છે. આ તસ્વીરમાં વ્યુ બેહદ સુંદર છે.

તો અન્ય એક તસ્વીરમાં સાયકલ ચલાવતી જોવા મળી હતી. સામંથાએ દક્ષિણની ફિલ્મોમાં કામ કરીને એક વિશેષ નામ બનાવ્યું છે, તેનો પુરાવો તેના સોશિયલ મીડિયા ઉપર સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

માલદીવમાં મોંઘા અને શાહી રિસોર્ટ્સની કોઈ અછત નથી. તેથી સામંથા પણ એક વૈભવી રિસોર્ટમાં રોકાઈ રહી છે. હાલ તે જોલી માલદીવમાં પતિ સાથે રજા માણી રહી છે.

તેઓ જે રિસોર્ટમાં રહી છે તેની તસ્વીર બેહદ શાનદાર છે. ખાનગી બીચથી લઈને મોટા સ્વિમિંગ પૂલ સુધી, આ રિસોર્ટમાં દરેક સુવિધા છે. પરંતુ, આ રિસોર્ટ જેટલું વૈભવી છે, તેના રૂમની કિંમત પણ વધારે છે.

જો તમે ઘણી ટ્રાવેલ સાઇટ્સ પર Joali Maldives કિંમત જાણશો તો એક રૂમ માટે દોઢ લાખથી વધુ ચૂકવવા પડે છે.

સામંથા ફક્ત વ્યક્તિગત જીવનમાં જ નહીં, પણ ફિલ્મના પડદે પણ તેની ફિટનેસ માટે જાણીતી છે. સામંથા લોકડાઉન પહેલા કલાકો સુધી જીમમાં સમય પસાર કરતી હતી. પરંતુ લોકડાઉન બાદ પણ તેને વજન વધવા દીધું નથી.

ફિલ્મમાં વ્યસ્ત હોવા છતાં પણ સામંથા અક્કીનેની ચેરિટી માટે સમય કાઢે છે. વર્ષ 2012માં તેને પ્રત્યુષા સપોર્ટ નામની એક એનજીઓની શરૂઆત કરી હતી. જે ગરીબ બાળકો અને મહિલાઓને મેડિકલ કેર ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે.

સામંથાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે ફેન્સ માટે એક ખુશખબરી લઈને આવી રહી છે. તે જલ્દી જ હિન્દીમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ સાથે જ જ તે હિટ વેબસિરીઝ ‘ધ ફેમિલી મેન’ના બીજા ભાગમાં પણ જોવા મળશે.