મનોરંજન

નાગાર્જુનની વહુ સામંથાએ શેર કરી આ ખુશખબર, ખુબ મળી રહી છે શુભકામનાઓ

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી અને અભિનેતા નાગાર્જુનની વહુ સામંથા અક્કીનેની પોતાની સુંદરતા અને પોતાની દમદાર અદાકારીથી દર્શકોનું દિલ જીતતી આવી છે. સામંથા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની દમદાર તસવીરો શેર કરતી રહે છે.

Image Source

એવામાં તાજેતરમાં જ સામંથાએ એક ખુશખબર દર્શકો સાથે શેર કરી છે. વાત કંઈક એવી છે કે સામંથાના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 1.3 કરોડ થઇ ચુકી છે. આ ખુશખબર સામંથાએ પોતાના ચાહકોને ખાસ અંદાજમાં શેર કરી છે. સામંથાએ આ ખબર શેર કરીને પોતાના ચાહકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

Image Source

સામંથાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસ્વીર શેર કરી છે, જેમાં તેણે પ્રિન્ટેડ ગ્રીન ડ્રેસ પહેરી રાખ્યો છે અને કૈપ્શનમાં લખ્યું કે,’13  મિલિયન’. ચાહકોની સાથે સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ તેને શુભકામના આપી રહ્યા છે.

Image Source

સામંથાની જીવનશૈલીની વાત કરીયે તો વર્ષ 2012 માં આવેલી ફિલ્મ ‘યે માયા ચેસાવે’ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં નાગાર્જુનની પહેલી પત્નીનો દીકરો નાગા ચૈતન્ય તેના પતિના કિરદારમાં હતો અને અસલ જીવનમાં પણ તે તેનો પતિ બન્યો.

Image Source

સામંથા અને નાગા ચૈતન્યએ વર્ષ 2017 માં હિન્દુ અને ક્રિશ્ચિયન એમ બંન્ને રિવાજોથી લગ્ન કર્યા હતા. વર્ષ 2013 માં તેને ડાયાબિટીસ બીમારી લાગુ પડી ગઈ હતી જેને લીધે તેને મણિરત્નમ સહિત અન્ય મોટા મોટા ડાયરેક્ટર્સની ફિલ્મો છોડવી પડી હતી.

Image Source

શરૂઆતમાં સામંથા નાની મોટી પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી, જેના પછી તેણે મૉડેલિંગની શરૂઆત કરી. જ્યા ડાયરેક્ટર રવિ વર્મનની નજર તેના પર પડી અને તેને ફિલ્મ ‘માસ્કોવીન કાવેરી’ માટે સાઈન કરી લીધી.

Image Source

સામંથાએ વર્ષ 2012 માં આવેલી હિન્દી ફિલ્મ ‘એક દીવાના થા’ દ્વારા ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે પ્રતીક બબ્બર, એમી જૈક્સન, મનુ ઋષિ જેવા સિતારાઓ પણ હતા. 2014 માં આવેલી ફિલ્મ ‘મનમ’માં સામંથાએ નાગાર્જુનની માં નો રોલ કર્યો હતો, ફિલ્મમાં ત્રણ પેઢીની કહાની દર્શાવવામાં આવેલી છે.

Image Source

8 વર્ષ સુધી નાગા ચૈતન્ય સાથે ડેટ કર્યા પછી વર્ષ 2016 માં સામંથાએ પોતાના રિલેશનની વાત જગ જાહેર કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં સામંથાએ કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાગા ચૈતન્ય તેના પહેલા મિત્ર બન્યા હતા અને ત્યારથી લઈને આજ સુધી તે તેના બેસ્ટ ફ્રેન્ડ પણ છે.

Image Source

સામંથા સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલી છે. તેણે ‘પ્રત્યુશા સપોર્ટ’ના નામથી એક એનજીઓની શરૂઆત કરી છે, જે અમુક વિસ્તારમાં હેલ્થકેર સપોર્ટ પૂરો પાડે છે. આ એનજીઓ જરુરિયાતમંદ બાળકો અને મહિલાઓને મેડિકલ સારવાર પ્રદાન કરે છે.