લેખકની કલમે

સમાન અધિકાર : પુરુષોની જરૂરિયાત- પત્નીએ ઉંચા અવાજે કહ્યું : “ મમ્મીની તકલીફ નો વિચાર છે પણ મારી તકલીફનો નહિ.કામ વધી જાય,તેમની સેવાઓ,દવા-દારૂ નું ધ્યાન,મારી ‘પ્રાઈવસી’…

એક દિવસ પતિ એ ‘ડીનર’ પછીની ‘વોક’ માં પત્ની ને કહ્યું : “ગઈકાલે ‘મોમ’ નો મારા પર કોલ આવેલો.ખૂબ દુઃખી લાગતા હતા.મોટાભાઈ અને ભાભી તેમનું બરાબર ધ્યાન રાખતા હોય તેવું લાગતું નથી.

પતિ ની વાત પૂર્ણ થાય તે પહેલા જ પત્ની બોલી : “તો આપણે શું કરવા નું?”

પતિએ ધીરેક થી કહ્યું : “વિચારું છું કે આપણા ઘરે બોલાવી લઈએ.આ ઉંમરે ‘મોમ’ આમ હેરાન થાય તે સારું ન લાગે.તે પણ મારા જીવતાં?”

પત્નીએ ઉંચા અવાજે કહ્યું : “ મોમ ની તકલીફ નો વિચાર છે પણ મારી તકલીફનો નહિ.કામ વધી જાય,તેમની સેવાઓ,દવા-દારૂ નું ધ્યાન,મારી ‘પ્રાઈવસી’…આ બધું ના પોસાય.બહુ એવું લાગતું હોય તો મળતા આવજો પણ આ ઘરમાં તે ના જોઈએ.”

તો પણ બીજા દિવસે પત્ની કામસર બહાર ગઈ ત્યારે પતિ મોમને ઘરે લઇ આવ્યો. ‘ડુપ્લેક્ષ’ ના નીચેના રૂમમાં વ્યવસ્થા પણ કરી આપી.પત્ની ઘરે આવી તો જોયું કે નીચેના રૂમનો થોડો-ઘણો સામાન બહાર હોલમાં હતો.પતિને કારણ પૂછ્યું તો જવાબ મળ્યો: “મારાથી રહેવાયું નહિ એટલે ઓફિસે રજા રાખીને હું મોમને તેડી લાવ્યો અને નીચેના રૂમમાં એમનો સામાન મૂકવા માટે વધારાનો સામાન બહાર કાઢ્યો.”

પત્નીએ તો સાક્ષાત ‘જગદંબા’નું રૂપ લીધું અને ત્રાડૂકી : “મારે તમારી મા આપણા ઘરમાં એક સેકન્ડ પણ ન જોઈએ.પાછા જેઠજી ને ત્યાં મૂકી આવો.નહિ તો હું ‘મારી’ મા પાસે જાઉં.વિચારી લો.”

નીચેના રૂમમાં આ અવાજ સંભળાયો અને ત્યાંથી જવાબ આવ્યો : “ ‘તારી’ મા પાસે જવું હોય તો આવતી રહે રૂમમાં દીકરી અને ગુસ્સો મૂક.”

પત્નીને પોતાની મા નો અવાજ સંભળાતા તે શાંત થઇ ગઈ અને રૂમ નો અર્ધખુલ્લો દરવાજો પૂરો ખોલીને જોયું.પોતાની ‘મોમ’ ને જોઇને વળગીને રડી પડી.

મોમ એ કહ્યું : “જમાઈ એની માતાને નહિ,તારી માતાને ઘરે લાવ્યા છે.એમના ભાઈ-ભાભી એમની માતાને નહિ,તારા ભાઈ-ભાભી તારી માતાને હેરાન કરતા હતા.”

પત્નીએ ભીની અને અર્ધનિમીલિત આંખે પતિ સામે માફી માંગવા માટે જોયું તો પતિ એ એક જ પ્રશ્ન કર્યો : “તને તારી મા ને પ્રેમ કરવાનો આટલો અધિકાર,તો મારો અધિકાર?”

સાર:જો દરેક સ્ત્રી પોતાના માતા-પિતા જેટલો પ્રેમ પોતાના સાસુ-સસરાને કરે તો કદાચ વૃદ્ધાશ્રમ ની જરૂર નહિ રહે.

-અદૃશ્ય (મીત રાજ્યગુરુ)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks