અત્તરના વેપારીના ઘરે ફિલ્મી સ્ટાઇલમાં પડ્યા દરોડા, ઘરના ખૂણે ખૂણેમાંથી નીકળ્યા એટલા કરોડ કે અધિકારીઓના પણ હોશ ઉડ્યા

છેલ્લા થોડા સમયમાં આઇટી વિભાગ દ્વારા ઘણા બધા સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં આઇટી વિભાગના અધિકારીઓને ઘણી મોટી માત્રામાં કાળું નાણું મળી આવે છે, ત્યારે હાલ એક પ્રખ્યાત અત્તરના વેપોરીને ત્યાં પણ ફિલ્મી ઢબે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી કરોડો રૂપિયા મળી આવ્યા.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના કાનપુરમાં પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈનના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જે નજારો જોવા મળ્યો તે તમને અજય દેવગનની ફિલ્મ ‘રેઈડ’ની યાદ અપાવી દેશે. કહેવામાં આવી રહ્યું છે કે પીયૂષ જૈનના ઘરેથી એટલી મોટી રકમ મળી આવી છે કે આવકવેરા વિભાગે પૈસા ગણવા માટે મશીન મંગાવવું પડ્યું.

પીયૂષ જૈનના આનંદપુરીના ઘર અને પ્રતિષ્ઠાનમાં પડેલા આ રેડની તસવીરો જોઈને તમારી આંખો પણ ફાટી જશે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સાથે જ પીયૂષ જૈનના ઘરની બહાર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત હોવાની માહિતી મળી રહી છે.

તમને જણાવી દઈએ કે, પીયૂષ જૈનનો પરફ્યુમનો મોટો બિઝનેસ છે. અત્યારે તેમના વિશે ખબરો લખાઈ રહ્યા છે કે તેમણે અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીનું પરફ્યુમ બનાવ્યું હતું, જેના માટે તેમને સજા થઈ છે. જ્યારે આ હકીકત સંપૂર્ણપણે સાચી નથી. તેમના સંબંધી પમ્મી જૈને એક મહિના પહેલા અખિલેશ સાથે સમાજવાદી પરફ્યુમ લોન્ચ કર્યું હતું. પમ્મી જૈન સમાજવાદી પાર્ટીના MLC છે.

મીડિયા રિપોર્ટ અનુસાર પીયૂષ જૈનના ઘરેથી આયકર વિભાગને રૂ. 150 કરોડથી વધુની રકમ મળી છે. ગુરુવારે બપોરે આવકવેરા વિભાગની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આનંદપુરી વિસ્તારમાં પીયૂષ જૈનના ઘરેથી નોટોના મોટ-મોટા બંડલ મળી આવ્યા છે. આ બંડાલોને એવી રીતે પેક કરવામાં આવ્યા હતા કે સરળતાથી ગમે ત્યાં કુરિયર કરી શકાય.

મીડિયા રિપોર્ટ અનુસાર તિજોરીની અંદર 500 રૂપિયાની નોટોના બંડલ પેક કરીને રાખવામાં આવ્યા હતા. આયકર વિભાગની ટીમ ચાર નોટ કાઉન્ટીંગ મશીન સાથે આવી પહોંચી હતી. બાદમાં નોટો ગણવા માટે બીજા પણ મશીનો મંગાવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર  આ રકમ એટલી વધારે છે કે મોડી રાત સુધી તેઓ 4 મશીનોમાંથી 40 કરોડ રૂપિયા ગણી શક્યા છે

Niraj Patel