વેવાણને જોઈને બગડી વેવાઈની નજર… નાસ્તો લેવા રસોડામાં ગઈ અને ચામાં કંઈક ભેળવીને કર્યો બળાત્કાર, અશ્લીલ ફોટો પાડીને કરી બ્લેકમેઇલ

ચા-નમકીન અને વેવાઈ-વેવાણ, અજીબ વસ્તુ ખવડાવીને વ્યક્તિએ કર્યું ગંદુ કામ, વીડિયોને બનાવી લીધું હતું હથિયાર

Samadhi Raped Samdhan In Palwal : દેશભરમાં મહિલાઓ અને યુવતીઓ સાથે છેડતી અને બળાત્કારની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર તો પરિવારના અંદરના જ વ્યક્તિ કે સાગા સંબંધીઓ દ્વારા પણ સંબંધોને તાર તાર કરતી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલ એવી જ એક ઘટના ચર્ચા ચારે કોર થઇ રહી છે.  જેમાં એક વેવાઈએ પોતાની જ વેવાણ સાથે ચામાં નશા વાળી દવા ભેળવીને બળાત્કાર કર્યો અને તેના અશ્લીલ ફોટો અને વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ પણ કરી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

વેવાઈએ વેવાણ પર ગુજાર્યો બળાત્કાર :

આ ઘટના સામે આવી છે હરિયાણાના પલવલમાંથી.  જ્યાં એક વેવાઈએ જ પોતાની વેવાણને ચામાં નશીલી દવા ભેળવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું અને એટલું જ નહિ તે વેવાણના અશ્લીલ વીડિયો અને ફોટા પાડીને ત્રણ વર્ષ સુધી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે કેમ્પ પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. કેમ્પ પોલીસ સ્ટેશનના પ્રભારી સત્યનારાયણના જણાવ્યા અનુસાર, શહેરની એક કોલોનીમાં રહેતી એક મહિલાએ આપેલી ફરિયાદમાં તેણે કહ્યું હતું કે તેણે તેની પુત્રીના લગ્ન મે 2020માં કરાવ્યા હતા.

અશ્લીલ ફોટો વીડિયો લઈને કરી બ્લેકમેઇલ :

તે દિવસથી જ તેની પુત્રીના સાસરીવાળાઓ તેમના ઘરે આવવા લાગ્યા. આરોપ છે કે 7 ડિસેમ્બર, 2020 ના રોજ તે ઘરે એકલી હતી, તે જ સમયે દીકરીના સસરા આવી પહોંચ્યા. તેણે ચા બનાવી અને રાખ્યા પછી તે નાસ્તો લેવા ગઈ. આ દરમિયાન વેવાઈએ તેની ચામાં કોઈ નશીલા પદાર્થ ભેળવી દીધો હતો, જે પીધા બાદ તે બેભાન થઈ ગઈ હતી. આરોપીએ તેના પર બળાત્કાર કર્યો હતો. તેણીના કપડાં ઉતારવાનો વિડિયો બનાવ્યો અને ફોટા લીધા.

3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ :

જ્યારે પીડિતાએ હોશમાં આવ્યા બાદ વિરોધ કર્યો તો આરોપીએ તેને વીડિયો અને ફોટો બતાવ્યો અને ધમકી આપી કે જો તે કોઈને કહેશે અથવા કાર્યવાહી કરશે તો તે તેને વાયરલ કરી દેશે. આરોપીએ વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે અનેકવાર બળાત્કાર કર્યો હતો. આરોપીઓએ તેણીને બ્લેકમેલ કરીને રાજસ્થાન, હિમાચલ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડની જુદી જુદી હોટલોમાં લઈ જઈ બળજબરીથી દારૂ અને સિગારેટ પીવડાવીને બળાત્કાર ગુજાર્યો હતો.

જાનથી મારી નાખવાની આપી ધમકી :

2 ડિસેમ્બર, 2023 ના રોજ, આરોપીએ તેને શહેરના આગ્રા ચોકમાં મળવા માટે બોલાવી. આરોપી તેને તેની ફોર્ચ્યુનર કારમાં ગામના જંગલોમાં લઈ ગયો અને કારમાં તેના પર બળાત્કાર ગુજાર્યો. જ્યારે પીડિતાએ વિરોધ કર્યો તો આરોપીએ દેશી બનાવટની પિસ્તોલ બતાવી કહ્યું કે મેં મારી પત્નીની હત્યા કરી છે, જો તું અવાજ ઉઠાવીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો હું તારી સાથે પણ આવું જ કરીશ. આનાથી પીડિતા ખૂબ જ ડરી ગઈ હતી, પરંતુ પરેશાન થઈને તેણે પોતાના જમાઈ અને દીકરીને બધી વાત કહી, જેમણે હિંમત ભેગી કરી અને આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

Niraj Patel