આર્યન ખાન કેસના મહત્વના સાક્ષીનો ખુલાસો- શાહરૂખની મેનેજર પાસે 50 લાખ રૂપિયા ટોકન મની લીધા અને 18 કરોડમાં…

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનના ડગ કેસમાં આરોપ છે કે ધરપકડ સમયે આર્યન સાથે જેની તસવીર વાયરલ થઈ હતી તે કિરણ ગોસાવી છે. કિરણ ગોસાવી નામના વ્યક્તિએ સેમ ડિસૂઝા નામના એક વ્યક્તિને ક્હ્યુ હતુ કે, તે SRKની મેનેજર પૂજા દદલાણીથી આર્યન મામલાને દબાવવા માટે 25 કરોડની ડીલ કરે. ગોસાવીએ આખરે 18 કરડોમાં ડીલ ફાઇનલ કરી હતી. ગોસાવીએ કહ્યું હતું કે આમાંથી 8 કરોડ NCB અધિકારી સમીર વાનખેડેને આપવા પડશે. આ આરોપ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સૈલે કર્યો હતો.

પ્રભાકરે કહ્યું હતું કે તેણે ફોન પર ગોસાવી અને સેમની વાતચીત સાંભળી હતી. આ આરોપ પછી સેમ ડિસોઝાનું નામ ઘણું ગુંજી રહ્યું હતું, પરંતુ સેમ નામની વ્યક્તિ હવે સામે આવી ગઈ છે. મીડિયા રીપોર્ટ એનુસાર સેમ ડિસોઝાએ દાવો કર્યો છે કે ગોસાવીએ આર્યન કેસમાં શાહરૂખ ખાનના મેનેજર પાસેથી ટોકન મની તરીકે 50 લાખ રૂપિયા લીધા હતા. આખી ડીલ 18 કરોડમાં નક્કી કરવામાં આવી હતી. આ સમગ્ર ડીલ પાછળ ગોસાવીની સાથે સુનીલ પાટીલ નામનો શખ્સ હતો. તે કિરણ ગોસાવી પાસેથી સૂચનાઓ લેતો હતો. સેમે એવો પણ દાવો કર્યો છે કે આર્યન પાસેથી દવાઓ મળી નથી. કિરણ ગોસાવી શાહરૂખ ખાન પાસેથી પૈસા પડાવવા માંગતો હતો.

એબીપી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં સેમ ડિસોઝાએ જણાવ્યું કે આર્યન ખાન પાસે ડગ નથી. સેમે કહ્યું, “સુનીલ પાટીલે મને ફોન કર્યો અને કહ્યું કે મારી પાસે કાર્ડેલિયા જહાજ વિશે કેટલીક માહિતી છે. તેણે મને NCB અધિકારીનો સંપર્ક કરવા વિનંતી કરી. જ્યારે હું કનેક્ટ થયો ત્યારે મને કિરણ ગોસાવીનો ફોન આવ્યો. ગોસાવીએ કહ્યું કે અમે અત્યારે અમદાવાદમાં છીએ અને સવારે સાત વાગ્યે મુંબઈ પહોંચી જઈશું.

આગળ સેમ ડિસોઝાએ કહ્યું, “ગોસાવીએ મને કહ્યું કે આર્યન ક્લીન છે. તેની પાસેથી કંઈ મળ્યું નથી. અમે તેને મદદ કરી શકીએ છીએ. આ પછી ગોસાવીએ આર્યન ખાનને સિલ્વર રંગની બેગ બતાવી અને બેગની તસવીર પણ લીધી. સેમે કહ્યું કે તે પછી ગોસાવી NCB ઓફિસ ગયા. ગોસાવીએ આર્યનનો અવાજ રેકોર્ડ કર્યો. આમાં આર્યન કહી રહ્યો હતો કે ‘પાપા, હું NCBમાં છું’.

સેમ ડિસોઝાએ કહ્યું કે આ પછી તેણે કોન્ફરન્સ કોલમાં પૂજા દદલાની સાથે વાત કરી હતી. સેમે કહ્યું, “મેં પૂજા દદલાનીને કહ્યું કે હું આ વિશે વધુ જાણતો નથી. આવો અને તેમને મળો જેઓ આ મામલો સંભાળી રહ્યા છે. તે પછી અમે તેને લોઅર પરેલમાં મળ્યા. તે સમયે ગોસાવી, હું, ચીકી પાંડે અને પૂજા દદલાનીના પતિ પણ ત્યાં હતા. મને સુનિલ પાટીલ દ્વારા ખબર પડી કે ગોસાવીએ આર્યનને મદદ કરવા માટે 50 લાખ રૂપિયાની ટોકન મની માંગી હતી. સેમ ડિસોઝાએ કહ્યું કે કિરણ ગોસાવી એક ફ્રોડ છે. આ રીતે ગોસાવીએ સમીર વાનખેડેના નામે સોદો કર્યો હતો.

Shah Jina