હેલ્થ

પેટ અને આંતરડાની સફાઈ કરો આ એક વસ્તુથી, શરીરની બધી ગંદગી સાફ થઇ જશે

આપણે રોજબરોજના ભોજનમાં ઘણીવાર ગઈ તે વસ્તુઓનું સેવન કરી લેતા હોઈએ છીએ અને એને કારણે ક્યારેક આપણને આપણું પેટ ભારે લાગે છે. રોજિંદા જીવનમાં ઘણી બધી વસ્તુઓ આપણે ખાઈએ છીએ કે જેના કારણે આપણું વજન વધે છે અને પેટ બહાર આવે છે. સાથે જ આપણું પેટ સાફ થતું નથી. ભોજન આંતરડામાં જામ થઇ જાય છે અને પેટ સાફ નથી થતું, જેથી આંતરડાની સફાઈ કરવી આવશ્યક થઇ જાય છે.

Image Source

અસામાન્ય મળત્યાગ કે અનિયમિત મળત્યાગની સ્થિતિમાં પણ તમારે મોટા આંતરડાની સફાઈ કરવી આવશ્યક બની જાય છે. કારણ કે જયારે અપાચ્ય ખોરાક આંતરડામાં જામ થઇ જાય છે ત્યારે એ અનેક પરેશાનીઓ પેદા કરે છે. એટલે જયારે તમે આંતરડા સાફ કરો ત્યારે એ અપાચ્ય ખોરાક પણ પેટમાંથી બહાર નીકળી જાય છે અને તમારું પેટ સાફ થઇ જાય છે.

મોટા આંતરડાને સાફ કરવાથી દુઃખાવો, સોજો, ગેસ અથવા પાચનતંત્રમાં બળતરા જેવી સમસ્યાઓથી રાહત મળે છે. ઉપરાંત, તે ત્વચા માટે પણ સારું હોય છે, તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે અને સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે.

Image Source

એટલે જયારે આંતરડાની સફાઈની વાત આવે તો બજારમાં ઘણી પ્રોડક્ટ મળે છે કે જેનાથી પેટ અને આંતરડાની સફાઈ થઇ શકે છે. પણ જો એ પ્રોડક્ટ ન વાપરવી હોય તો પેટ અને આંતરડાની સફાઈ ઘરે પણ કરી શકાય છે એ પણ માત્ર એક જ વસ્તુ દ્વારા. પણ એ માટે અમુક નિયમો છે જેને અનુસરવા પડે છે. જેના દ્વારા તમે માત્ર એક જ દિવસમાં પેટ અને આંતરડા સાફ કરી શકો છો અને તેનાથી ભવિષ્યમાં થતી તકલીફોથી બચી શકો છો.

તો જાણીએ કે કેવી રીતે ઘરે જ માત્ર સિંધવ મીઠાની મદદથી પેટ સાફ કરી શકાય.

Image Source

સવારે ઉઠીને જ તરત જ એક લીટર પાણીમાં બે ચમચી સિંધવ મીઠું નાખીને એ પાણીમાંથી જેટલું પાણી પીવાય એટલું પી જાઓ. મીઠાવાળું પાણી પીવાથી પેટ અને આંતરડા સાફ થાય છે. આ પાણી પીવાથી તમને પ્રેશર આવશે.

હા, જો આ પાણી પીવાથી તમને ઉલ્ટી થાય તો આ પાણી ન પીવો. આ સિવાય જો બ્લડપ્રેશર હોય અને મીઠું ઓછું ખાવાની સલાહ આપવામાં આવી હોય તો પણ આ પ્રયોગ ન કરો. ઉપરાંત આ પ્રયોગ કરવાથી એટલે કે મીઠાવાળું પાણી પીવાથી મલત્યાગમાં કોઈ ફરક ન પડતો હોય તો પણ આ પ્રયોગ ફરી ક્યારેય ન કરો.

Image Source

તમને જયારે પ્રેશર આવે ત્યારે તમે મળત્યાગ કરી આવો અને ફ્રેશ થઇ જાઓ. આ પછી ફરીથી આ પાણી પીઓ એટલે ફરીથી આ જ રીતે પ્રેશર આવશે અને ફ્રેશ થઇ જવું. આવું 2-3 વાર કરવું. કદાચ આવું કરવાથી તમને ઝાડા થાય તો તેનાથી ગભરાવું નહિ, ઝાડા દરમ્યાન જે મળત્યાગ થશે એ તમારા શરીરની ગંદકીને બહાર કાઢશે.

આ પ્રયોગમાં મળત્યાગ બાદ તમને જાતે જ અનુભવાશે કે તમારું પેટ સાફ થઇ ગયું છે અને તમને હળવું અનુભવાશે. સામાન્ય રીતે લોકો આ ઉપાય ઉપવાસના દિવસે કરે છે અથવા રજાના દિવસે કરે છે. ઉપવાસના દિવસે એટલા માટે કે એ દિવસે કશું ખાવાનું રહેતું નથી અને સારી રીતે પેટ સાફ થઇ શકે છે અને રજાના દિવસે એટલા માટે કે આમાં દિવસમાં વારંવાર પેટ સાફ કરવા જવું પડે છે એટલે રજાના દિવસે પૂરતો સમય હોય છે ત્યારે આ પ્રયોગ થઇ શકે.

Image Source

જે દિવસે આ પ્રયોગ કરો એ દિવસે ખાસ ધ્યાન રાખવું કે ખોરાક હળવો જ લેવો. આ પ્રયોગ મહિનામાં એકવાર કે છ મહિનામાં એકવાર પણ કરી શકાય. ઘણા લોકો આ પ્રયોગ 5-6 દિવસ સુધી કરે છે પણ આવું કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

Image Source

મીઠાનું પાણી શરીરના કચરાને બહાર કાઢે છે એટલે જયારે તમે મીઠાવાળું પાણી પીઓ ત્યારે તમારું મોઢું, અન્નનળી, પેટ અને આંતરડા સાફ થાય છે. સાથે જ એ વસ્તુ ધ્યાનમાં રાખવી કે આ કામ માત્ર સિંધવ મીઠાથી જ કરવું કે જે રીફાઇન્ડ અને આયોડાઇઝડ ન હોય. આ સારવારમાં સામાન્ય મીઠું કારગર નથી. આ માટે હિમાલયન મીઠું પણ કામ કરે છે.

Image Source

તો આ રીતે પેટ અને આંતરડા સાફ કરીને ભવિષ્યમાં આને લગતી બીમારીઓથી બચી શકો છો. સાથે જ મેંદો અને તેની બનાવટની વસ્તુઓનું સેવન બંધ કરી દેવું જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.