મીઠા(નિમક,સોલ્ટ) વિશે અત્યાર સુધી તમે એ જાણતા આવ્યા હશો કે તે તમારા ખાવાના સ્વાદને વધારે છે, પણ આજે અમે તમને એ કહેવા જઈ રહ્યા છે કે કેવી રીતે મીઠું તમારા ભાગ્યને બદલી શકે છે. આ સિવાય તમે તેનાથી તમારા ઘરની ખુશીઓ પણ પાછી મેળવી શકો છો.આવો તો જાણીએ આ ઉપાય વિશે…

1. વાસ્તુ વિજ્ઞાનના આધારે કાચના પ્યાલામાં મીઠું ભરીને શૌચાલય અને સ્નાન ઘરમાં રાખવું જોઈએ તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે. તેનું કારણ એ પણ છે કે મીઠું અને કાચ બંન્ને રાહુની વસ્તુ છે અને રાહુના નકારાત્મક પ્રભાવને દૂર કરવાનું કામ કરે છે. રાહુ નકારાત્મક ઉર્જા અને કીટ-કીટાણુંઓના પણ કારક માનવામાં આવ્યા છે જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે.

2. કણીવાળું મીઠું લાલ રંગના કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવાથી ઘરમાં કોઈ નેગેટિવ ઉર્જા પ્રવેશ નથી કરતી. કારોબારમાં ઉન્નતિ માટે પોતાના વ્યાપારિક પ્રતિષ્ઠાનના મુખ્ય દરવાજા પર અને તિજોરીની ઉપર લટકાવવું લાભપ્રદ માનવામાં આવે છે.

3. મીઠાને નકારાત્મક ઉર્જા દૂર કરનારા રૂપમાં પણ માનવામાં આવે છે. માટે મીઠાનો ઉપીયોગ નજર દોષ ઉતારવા માટે પણ કરવામાં આવે છે. જો તમને લાગે છે કે તમને કે તમારા પરિવારના કોઈ વ્યક્તિને નજર લાગી છે તો એક ચપટી મીઠું લઈને ત્રણ વાર તેની ઉપરથી ફેરવીને બહાર ફેંકી દો. કહેવાય છે કે તેનાથી નજર દોષ દૂર થઈ જાય છે.

4. રાતે સૂતી વખતે પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને હાથ-પગ ધોવાથી તણાવ દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. રાહુ અને કેતુના અશુભ પ્રભાવ પણ આ ઉપાયથી દૂર થાય છે.

5. કાચના વાસણમાં મીઠું ભરીને ઘરના કોઈ ખૂણામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.રાહુ-કેતુની દશા ચાલી રહી હોય કે જ્યારે મનમાં ખરાબ વિચારો કે ભય રહેતો હોય ત્યારે આ પ્રયોગ ખુબ લાભ આપે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.