ખબર

ઓ..હો… લોકડાઉનમાં સંતાઈને ચલાવી રહ્યો હતો સલૂન, હવે 6 લોકોને થઇ લાગી ગયો કોરોના

અચાનક થયેલા લોકડાઉનના કારણે આપણા ઘણા કામ અધૂરા રહી ગયા હતા. જઅને લોકડાઉન પણ ઘણું જ લાંબુ ચાલ્યું, 21 દિવસના પહેલા લોકડાઉન બાદ અત્યારે બીજું 19 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે અને હજુ પણ આ લોકડાઉન પૂરું થશે તેની કોઈ શક્યતા લાગી નથી રહી ત્યારે લોકડાઉન પહેલા ઘણા લોકો વાળ અને દાઢી કરાવવાના પણ બાકી રહી ગયા હતા. અને આ સમય દરમિયાન ઘણા વાળંદ સંતાઈને સાલું ચલાવી રહ્યા હતા. પણ હવે એ પણ કોરોનાના શિકાર થવા લાગ્યા છે.

Image Source

આવો જ એક મામલો સામે આવ્યો છે મધ્યપ્રદેશમાંથી. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બડગાવની અંદર છ લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા, આ બધા જ લોકોએ એક જ વાળંદની દુકાને વાળ અને દાઢી કરાવ્યા હતા. એવો આરોપ પણ છે કે વાળંદ દ્વારા વાળ અને દાઢી કરવા માટે એક જ કપડાનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેના બાદ આખા ગામને સીલ કરી દેવામાં આવ્યું છે.

ખરગોન જિલ્લાના સ્વાસ્થ્ય અધિકારી ડોકટર દિવ્યેશ વર્માએ જણાવ્યું હતું કે એક યુવક જે ઈન્દોરની અંદર એક હોટેલમાં કામ કરતો હતો, તે ગામમાં પાછો આવ્યો હતો અને તેને આ સ્થાનીય સલૂનમાં દાઢી કરાવી હતી, જેના બાદ નાઈ દ્વારા એજ કાતર, રૂમાલ અને રેઝર દ્વારા બીજા ગ્રાહકોની પણ વાળ અને દાઢી કરવામાં આવ્યા, યુવકના સંક્રમિત મળી આવ્યા બાદ 10-12 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો જેમાંથી 6 લોકો પોઝિટિવ આવ્યા.

Image Source

બીજો એક મામલો ચેન્નાઇથી પણ સામે આવ્યો છે જેમાં લોકડાઉનમાં સલૂન ચલાવનાર વ્યક્તિ જ કોરોના સંક્રમિત મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. હવે તેના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ ચાલી રહી છે, તેની દુકાન ઉપર ઘણા બધા લોકોએ વાળ અને દાઢી કરાવ્યા હતા. અત્યાર સુધી 30 લોકો પણ મળી આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.