62 વર્ષની ઉંમરે પણ સલમાનની એક્સ સંગીતા બિજલાની લાગે છે 22ની, ચહેરા પર નથી એક પણ કરચલી- હોટનેસથી મચાવે છે બવાલ

62 વર્ષે પણ સખત બોલ્ડ છે સલમાનની એક્સ, ફિગર જોઈને ખુશખુશાલ થઇ જવાનો છો તમે…

Sangeeta Bijlani Look : બોલિવૂડ અભિનેત્રી સંગીતા બિજલાની તેની સુંદરતા અને તેના શાનદાર અભિનય માટે જાણીતી છે. તેણે 16 વર્ષની ઉંમરે તેની મોડેલિંગ કારકિર્દી શરૂ કરી હતી અને 1980માં મિસ ઈન્ડિયા યુનિવર્સનો તાજ પોતાના નામે કર્યો હતો. તેણે 1987માં આદિત્ય પંચોલીની ફિલ્મ ‘કાતિલ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બાદમાં, તેણે ‘ત્રિદેવ’, ‘હાથિયાર’, ‘જુર્મ’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

62 વર્ષની ઉંમરમાં પણ સંગીતા પોતાની સુંદરતાથી લાખો લોકોના દિલ જીતી લે છે. સંગીતા બિજલાની એક સમયે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના પ્રેમમાં પાગલ હતી. અહેવાલો અનુસાર, બંનેએ 1986માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતુ. જો કે, સગાઈ કરવા માટે તૈયાર હોવા છતાં પણ સંગીતાએ છેલ્લી ઘડીએ સંબંધ તોડી નાખ્યો હતો.

બાદમાં સંગીતાએ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે 14 નવેમ્બર 1996ના રોજ મુંબઈની તાજમહેલ હોટલમાં લગ્ન કર્યા. જો કે, થોડા વર્ષો સુધી સાથે રહ્યા પછી બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા સાથે અઝહરના કથિત અફેરને કારણે બંનેના 2010માં છૂટાછેડા થયા હતા. સંગીતા બિજલાની 62 વર્ષની થઈ ગઈ છે, પણ તેની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નથી.

આ વાતનો પુરાવો અભિનેત્રીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. સંગીતા બિજલાની આ સમયે ભલે એક્ટિંગથી દૂર હોય પરંતુ 90ના દાયકામાં ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રીની સુંદરતાની ઘણી ચર્ચા હતી. સંગીતાને ખરી પ્રસિદ્ધિ ‘ત્રિદેવ’ના ‘ઓયે ઓયે’ ગીતથી મળી હતી. આ ગીત પછી એક્ટ્રેસની સુંદરતા જોઈને બધાં દંગ રહી ગયા હતા.

આ દરમિયાન સલમાન ખાન અને સંગીતાના અફેરની ચર્ચાઓ થવા લાગી હતી. કહેવાય છે કે બંનેના લગ્નના કાર્ડ પણ બની ગયા હતા, પરંતુ પછી કંઈક એવું થયું કે આ કપલ અલગ થઈ ગયું. રિપોર્ટ્સ અનુસાર સલમાન અને સંગીતા બંને 27 મે 1994ના રોજ લગ્ન કરવાના હતા. 1993માં આપેલા એક ઈન્ટરવ્યુમાં સલમાને લગ્ન માટે તૈયાર થવાની વાત પણ કહી હતી,

પરંતુ નિયત તારીખના થોડા દિવસો પહેલા જ બધું ખતમ થઈ ગયું હતું. રીપોર્ટ અનુસાર, સંગીતાએ સલમાન ખાન અને સોમી અલીને પકડી પાડ્યા હતા, જેના કારણે તેમના સંબંધો તૂટી ગયા હતા. જો કે, સલમાન અને સંગીતા હજુ પણ ઘણા સારા મિત્રો છે. ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યા બાદ સંગીતાએ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું.

આ દિવસોમાં અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. જ્યાં તે અવાર નવાર તેની બોલ્ડ અને સુંદર તસવીરો શેર કરીને તેના ચાહકોને પ્રભાવિત કરતી રહે છે. 90ના દાયકાની હસીનાઓની વાત કરીએ તો સંગીતા બિજલાનીનું નામ ચોક્કસથી લેવામાં આવે છે.

Shah Jina