દબંગ ખાન સલમાન ખાનના લગ્નને લઈને ફેન્સને ઘણી ઉત્કંઠા હોય છે કે આખરે સલમાન ખાન ક્યારે, કોની સાથે ક્યાં લગ્ન કરશે ? આ સવાલ છેલ્લા ઘણા વર્ષોથી હંમેશા કરવામાં આવે છે. કોઈ એવોર્ડ ફંક્શનમાં અથવા કોઈ ઇવેન્ટમાં સલમાન ખાનને લગ્નને લઈને સવાલ કરવામાં આવે છે. પરંતુ સલમાન ખાનના લગ્નને લઈને ફેન્સને હંમેશને માટે નિરાશા જ સાંપડે છે. ભાઈજાન આ સવાલનો જવાબ કોઈ મજાકિયા અંદાજમાં આપીને ટાળી દે છે.
સલમાન ખાનનું નામ ઘણી હિરોઈન સાથે જોડાઈ ગયું છે. પરંત્તુ જ્યાં વાત લગ્નની આવે ત્યારે એ વાત ત્યાં જ પૂર્ણ થઇ જાય છે. સલમાન ખાનનું નામ કેટરીના કૈફથી લઈને લુલિયા વંતૂર સાથે જોડાઈ ગયું છે. પરંતુ સલમાન ખાન ક્યારે કોની સાથે લગ્ન કરશે તે તો આવનારો સમય જ બતાવશે.
પરંતુ શું તમને ખબર છે કે, સલમાન પણ એક સમયે લગ્ન કરવા માટે તૈયાર હતો. 20 વર્ષ પહેલા એટલે કે, 1999માં સલમાનના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા પરંતુ છેલ્લા સમયે એવું થયું કે, સલમાનના લગ્ન ના થઇ શક્યા. આ ખુલાસો સલમાનના દોસ્ત અને ફિલ્મ પ્રોડ્યુસર સાજીદ નાડીયાવાલાએ કર્યો હતો.

સાજીદ હાલમાં જ ‘હાઉસફુલ-4’ના પ્રમોશન માટે પુરી ટિમ સાથે ‘ ધ કપિલ શર્મા શો’ માં પહોંચ્યો હતો. જ્યાં કપિલે તેના અને સલમાન ખાનના લગ્નને લઈને એક સવાલ કર્યો હતો. કપિલે પૂછ્યું હતું કે, સાજીદ ભાઈ સાંભળ્યું છે કે, ‘તમે અને સલમાન ભાઈએ સમ ખાધા હતા કે આખી જિંદગી કુંવારા જ રહેશે ક્યારે પણ લગ્ન નહીં કરો. પરંતુ તમે તો લગ્ન કરી લીધા પરંતુ સલમાન ભાઈ હજુ પણ કુંવારા છે.’ આ પર સાજીદે સલમાન ખાનના લગ્નને લઈને એક કિસ્સો સંભળાવ્યો હતો.
સાજીદે જણાવ્યું હતું કે, 1999માં સલમાન ખાન અચાનક જ બોલ્યું હતું કે લગ્ન કરી લઈએ. તેની પાસે છોકરી પણ હતી મારે તો ગોતવાની પણ બાકી હતી. લગ્ન નક્કી થઇ જતા કાર્ડ પણ છપાઈ ગયા હતા. લગભગ 25 લોકોને લગ્નમાં આવવાના હતા. પરંતુ લગ્નના 6 દિવસ પહેલા સલમાને કીધું કે, ‘યાર મારો લગ્નનો મૂડ નથી.’
તેને ઈરાદો બદલી દીધો હતો. ત્યારબાદ તે મારા લગ્ન માં સ્ટેજ પર આવી અને બોલ્યો હતો કરે હજુ ભાગવું હોય તો ગાડી પાછળ જ છે.

જણાવી દઈએ કે, સાજીદે પહેલા દિવ્યા ભરતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિના બાદ દિવ્યા ભારતીનું રહસ્યમય રીતે મોત થઇ ગયું હતું. ત્યારબાદ સાજીદે 2000માં વર્ધા સાથે લગ્ન કર્યા હતા. પત્રકાર વર્ધા ખાન દિવ્યા ભારતીના મોત પર સ્ટોરી કરી હતી.આ સીલસિલામાં તેની મુલાકાત સાજીદ સાથે થઇ હતી. આ મુલાકાત પહેલા દોસ્તીમાં ત્યારબાદ પ્રેમમાં પરિણમતા લગ્નગ્રંથિથી જોડાઈ ગયા હતા.
બોલિવૂડ અભિનેત્રી અને મોડલ સંગીતા બિજલાની આ દિવસોમાં ફિલ્મોથી દુર છે. પરંતુ એક વખત એવો હતો કે જ્યારે તે રિલેશનને લઈને ખુબ ચર્ચામાં રહેલી હતી. ઉલ્લેખનીય છે કે સંગીતા એક ફેમસ ફેશન ડિઝાઈનર છે. 53 વર્ષની ઉમરે સંગીતાનો આ ગ્લેમરસ લૂક ભલભલી હિરોઈનો માટે મોટિવેશન બની રહે છે. કેમેરાને જોતા જ તેનો પોઝ નીકળી જાય છે. ઉલ્લેખનીય છે કે સંગીતાનુ નામ સલમાન ખાન સાથે જોડાય ચૂક્યું છે.
1986માં બંન્ને એકબીજા સાથે રિલેશનમાં આવ્યાં હતા અને 10 વર્ષ સુધી બંન્નેએ એકબીજાને ડેટ પણ કર્યા છે. જો કે વાત તો એવી હતી કે સંગીતા અને સલમાનના લગ્નની તારીખ પણ આવી ગઈ હતી. કાર્ડ પણ છપાઈ ચૂક્યું હતું. એક ચેટ શોમાં સલમાને સ્વીકાર્યું પણ હતું કે સંગીતા સાથે એના લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.