મનોરંજન

આ અભિનેત્રી ઉપર આવ્યું હતું સલમાન ખાનનું દિલ, કરવા માંગતો હતો લગ્ન, ઐશ્વર્યા નહીં જાણો કોણ હતી એ અભિનેત્રી?

બોલીવુડમાં  ખાનને કોઈ ના ઓળખે એવું બને જ નહિ, સલમાન ખાન બોલીવુડનો સૌથી પ્રખ્યાત અભિનેતા છે, પરંતુ સલમાન ખાને હજુ સુધી લગ્ન નથી કર્યા, 54 વર્ષની ઉંમર થવા છતાં પણ હજુ તે કુંવારો છે, તેની સાથે લગ્ન કરવા માટે આજે પણ નાની ઉંમરની ઘણી યુવતીઓ સપના સેવે છે પણ સલમાનનું દિલ જીતવામાં કોઈ હજુ સક્ષમ નિવળ્યું નથી.

સલમાન ખાનનું નામ પણ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે. ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે સલમાન ખાનને અભિએન્ટ્રી ઐશ્વર્યા રાય સાથે પ્રેમ હતો, અને તેના કારણે જ સલમાન ઘણીવાર ચર્ચામાં પણ આવ્યો છે, પરંતુ ઐશ્વર્યા સિવાય પણ બીજી એક ખ્યાતનામ અભિનેત્રી ઉપર સલમાનનું દિલ આવ્યું હતું, તેની સાથે સલમાન લગ્ન પણ કરવા માંગતો હતો, આ વાત સલમાન ખાને એક ઇન્ટરવ્યૂમાં જનકઆવી હતી.

એક સમયે સલમાન ખાનનું દિલ અભિનેત્રી જુહી ચાવલા ઉપર પણ આવ્યું હતું, સલમાન જુહી સાથે લગ્ન પણ કરવા માંગતો હતો પરંતુ આ બધા ની વચ્ચે દીવાલ બનીને ઉભા હતા જુહી ચાવલાના પિતા, અને તેના કારણે જ તે બંનેના લગ્ન થયા નહોતા.

હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેની અંદર સલમાન પોતે જ આ વાતનો ખુલાસો કરતા જોવા મળી રહ્યો છે. સલમાન આ વીડિયોમાં જણાવી રહ્યો છે કે તે જુહી ચાવલા સાથે લગ્નનો પ્રસ્તાવ લઈને તેના ઘરે ગયો હતો પરંતુ જુહીના પિતાએ આ સંબંધને સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

જયારે સલમાનને પૂછવામાં આવ્યું કે જુહીના પિતાએ સંબંધ સ્વીકારવાની કેમ ના પાડી ત્યારે સલમાને જણાવ્યું હતું કે: “ખબર નહીં તેમને શું જોઈતું હતું? કદાચ હું તેમની દીકરીને લાયક નહિ હોઉં”

સલમાન અને જુહી ચાવલાએ અત્યાર સુધી કોઈ બૉલીવુડ ફિલ્મમાં સાથે કામ નથી કર્યું, આ વાય ઉપર સલમાને જણાવ્યું હતું કે: “જુહી મારી સાથે કામ કરવા નહોતી માંગતી, ” પરંતુ 1997માં આવેલી દીવાના મસ્તાના ફિલ્મના એક સીનની અંદર સલમાન અને જુહીને એક કોર્ટ મેરેજના દૃશ્યમાં જોવા મળ્યા હતા.