ફિલ્મી દુનિયા

એરપોર્ટ પર સલમાન ખાને છીનવી લીધો આ યુવાનનો ફોન પછી જે બબાલ થઇ…જુઓ Video

બોલીવુડના દબંગ ખાન કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે. સલમાન ખાન આજે એક ટોપ સ્ટાર લિસ્ટમાના એક છે. જો કે ફિલ્મોની સાથે સાથે સલમાન ખાન પોતાની દરિયાદિલીને લીધે પણ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. મોટાભાગે સલમાન ખાન જરૂરિયાત મંદ લોકોની મદદ કરતા પણ નજરે પડે છે.

 

View this post on Instagram

 

Promotions chalu! #Dabangg3 @skfilmsofficial

A post shared by Salman Khan (@beingsalmankhan) on

આજે સલમાન ખાનના કરોડો ચાહકો છે. સલમાન ખાન પોતાની દરિયાદિલી માટે જેટલા ઓળખાય છે તેટલા જ પોતાના ગુસ્સેલ સ્વભાવને લીધે પણ ચર્ચામાં બનેલા રહે છે. એવામાં તાજેતરમાં જ એક ફૈન સલમાનના ગુસ્સાનો શિકાર બની ગયો હતો.

 

View this post on Instagram

 

#BeingStrong

A post shared by Salman Khan (@beingsalmankhan) on


તાજેતરમાં જ સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ ‘રાધે:યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ ના શૂટિંગ માટે ગોવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. સલમાનને જોતા જ તેના ચાહકોની ભીડ ઉમટી પડી હતી એવામાં સ્વાભાવિક છે કે લોકો સેલ્ફી લેવા માટે આતુર થવાના જ છે.

Image Source

વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સલમાન ખાન આગળ ચાલી રહયા છે અને તેની પાછળ તેની ટીમના અન્ય સભ્યો તથા બોડીગાર્ડસ આવી રહ્યા છે. આ દરમિયાન એક વ્યક્તિ તેની સાથે સેલ્ફી લેવાની કોશિશ કરી રહ્યો હોય છે, અને સલમાન ખાન તેનો ફોન છીનવીને આગળ નીકળી જાય છે.

 

View this post on Instagram

 

Work in progress…

A post shared by Salman Khan (@beingsalmankhan) on

આ ઘટનાનો વિડીયો સોશિયલ મડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. સલમાન ખાન શરૂઆતથી જ પોતાની મંજૂરી વગર કોઈને પણ સેલ્ફી આપતો નથી, એવામાં આ વ્યક્તિનું આવું કરવા પર સલમાને ગુસ્સામાં આવીને તેનો ફોન છીનવી લીધો હતો.

Image Source

જો કે સલમાનનો ફૈન સાથેનો આવો વ્યવહાર લોકોને પસંદ આવ્યો નથી અને નકારાતમક પ્રતિભાવ આપી રહ્યા છે. જ્યારે બીજી તરફ અમુક લોકો સલમાનનો પક્ષ લઇ રહ્યા છે.

Image Source

તેની પહેલા પણ એરપોર્ટ પરનો સલમાનનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક મહિલા તેને સેલ્ફી લેવા માટેનું કહે છે પણ સલમાન ખાન તેને અવગણીને આગળ વધી જાય છે અને મહિલા પણ તેની સાથે સાથે ચાલવા લાગે છે અને અચાનક જ મહિલા સલમાનને અથડાઈ જાય છે. પહેલા તો સલમાન ખાન તેને ગુસ્સાથી જોવે છે પણ વચ્ચે નાની છોકરી આવી જાય છે અને તેની સાથે ફોટો ક્લિક કરાવીને સલમાન આગળ નીકળી જાય છે.

Image Source

જણાવી દઈએ કે સલમાન ખાન પોતાની આગળની ફિલ્મ રાધેના શૂટિંગમાં વ્યસ્ત છે, ફિલ્મમાં તેની સાથે રણદીપ હુડા, જૈકી શ્રોફ અને દિશા પટની પણ ખાસ કિરદામાં જોવા મળશે. ફિલ્મને પ્રભુદેવા ડાયરેક્ટ કરશે.

જુઓ સલમાન ખાનનો ફૈન સાથે કરેલા આવા વ્યવહારનો વિડીયો-1..

વિડીયો-2…

Author: GujjuRocks Team


તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ