ખબર ફિલ્મી દુનિયા

બોલીવુડના દબંગ ખાનના ઘર સુધી પહોચ્યો કોરોના, સલમાન થયો હોમ આઇસોલેટ- જાણો વિગત

સલમાન ખાન ડરનો માર્યો થયો આઇસોલેટ, જાણો સમગ્ર વિગત

બોલીવુડના દબંગ ખાન એટલે કે ભાઈજાનએ ખુદને 14 દિવસ સુઘી હોમ આઇસોલેટ કરી લીધો છે. સલમાનના પર્સનલ ડ્રાઈવર અશોકને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સિવાય ઘરના અન્ય 2 સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને સલમાન ખાને 14 દિવસ હોમ આઇસોલેશનમાં રહેવાનો ફેંસલો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

માત્ર સલમાન ખાન જ નહીં આખો ખાન પરિવાર 14 દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહેશે. અહેવાલો અનુસાર સલમાન ખાનના સ્ટાફ સભ્યોને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે સલમાન ખાન અને તેના પરિવાર તરફથી હજી સુધી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

અભિનેતાની નજીકના એક સૂત્રએ પિંકવિલાને જણાવ્યું હતું કે સલમાન ખાન તેની નિશ્ચિત છે કે, તેના સ્ટાફને શ્રેષ્ઠ સારવાર મળે. સુપરસ્ટાર અને પરિવારે તાજેતરમાં સલીમ ખાન અને માતા સલમા ખાનની એનિવર્સરીની ઉજવણી કરવાનો હતો. જેનું બુકિંગ અને તૈયારીઓ થઈ હતી, પરંતુ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જણાતાં ઉજવણીમાં  વિરામ મુકવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

જણાવી દઈએ કે, છેલ્લા 2-3 મહિનાથી ઘણા બોલિવૂડ સેલેબ્સે ફરીથી કામ શરૂ કર્યું છે. કોરોના રોગચાળા અને લોકડાઉનને કારણે ફિલ્મોનું શૂટિંગ અટકી ગયું હતું. જો કે, કોરોનાનો ડર હજી પણ ચાલુ છે. તે માત્ર મનોરંજન ઉદ્યોગ જ નહીં પરંતુ દેશમાં પણ જોખમ રૂપ છે.