ફિલ્મી દુનિયા

લે બોલો ભાઈ અબ્દુલ્લાના અંતિમ સંસ્કારમાં નહિ જાય સલમાન ખાન, આ રહ્યું કારણ…

સમગ્ર દેશમાં જયારે લોકડાઉનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે એક્ટર સલમાન ખાનના ઘરેથી દુઃખના ડુંગર તૂટી પડયા છે. . સલમાનના સૌથી નજીકના ભાઈનું માત્ર 38 વર્ષની વયે નિધન થયું હોવાના કારણે સલમાન ખાન પણ ઊંડા દુઃખમાં પહોંચી ગયો છે.

મળતી માહિતી પ્રમાણે સલમાનના કાકાનો છોકરો અબ્દુલ્લા ખાનનું નિધન થયું હતું. અબ્દુલ્લા ખાન મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, મળતી માહિતી પ્રમાણે અબ્દુલ્લાના ફેફસાની અંદર સંક્ર્મણ હતું. છેલ્લે તેને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Daisy (@shahdaisy) on

અબ્દુલ્લા ખાનના નિધનના સમાચાર મળ્યા ત્યારે સલમાન ખાન દુહો થયો હતો પરંતુ તેનાથી વધુ તે દુઃખી તો ત્યારે થયો હતો કે તે તેના અંતિમ સંસ્કારમાં શામેલ થયો ના હતો. જેનું કારણ હતું લોકડાઉન.

અબ્દુલ્લા ખાનના નિધનના સમાચાર મળ્યા ત્યારે તે પરિવારજનો સહતે પનવેલના ફાર્મ હાઉસમાં હતો. સલમાન ખાનના મેનેજરે જણાવ્યું હતું કે, સલમાન ખાન પનવેલના ફાર્મ હાઉસ પર હતો. તેથી તે ટ્રાવેલિંગ ના કરી શકે. અબ્દુલ્લા ખાનના અંતિમ સંસ્કાર ઇન્દોરમાં કરવામાં આવ્યા હતા. તેથી સલમાન જઈ શક્યો ના હતો. સલમાન ખાન લોકડાઉન બાદ ઇન્દોર જઈને અબ્દુલ્લા ખાનના પરિવારજનોને સાંત્વના પાઠવશે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

અબ્દુલ્લા ખાન એક બોડી બિલ્ડર હતો સાથે સલમાનના સૌથી નજીકમાં તે હતો. સલમાનનો તેની સાથે સંબંધ પણ ખાસ હતો. અબ્દુલ્લા અને સલમાને બોડી બિલ્ડિંગની ટ્રેનિંગ પણ સાથે કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Zareen Khan 🦄🌈✨👼🏻 (@zareenkhan) on

અબ્દુલ્લા ખાનના મૃત્યુનું દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડીયામાં એક પોસ્ટ પણ લખી હતી જેમાં તેને ઘણા ભાવુક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેના પરથી જ કલ્પી શકાય છે કે સલમાનને તેના મૃત્યુ ઉપર કેટલું દુઃખ પહોંચ્યું હશે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.