દુનિયાભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના વધતા જતા કેસને લઈને દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે સામાન્ય નાગરિકથી લઈને બૉલીવુડ સેલેબ્સ ઘરમાં છે. આ દરમિયાન સેલેબ્સના જુના-જુના કિસ્સાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.

આ દરમિયાન 1989 માં આવેલી ફિલ્મ મૈને પ્યાર કિયા નો એક ટુચકો વાયરલ થઈ રહ્યો છે. આ વાર્તા હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મની અભિનેત્રી ભાગ્યશ્રીએ શેર કરી હતી. તે હાલમાં અભિનેત્રી પરિવાર સાથે આનંદ લઇ રહી છે.

સલમાન ખાન અને ભાગ્યશ્રીએ પહેલી વાર ફિલ્મ ‘મૈં પ્યાર કિયા’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ સાથે આ બંનેની જોડી પણ ઘણી મોટી સફળતા મળી હતી. પરંતુ અફસોસ આ ફિલ્મની સફળતા પછી આ બંને જોડી ફરી ક્યારેય સાથે દેખાઈ નહીં. સલમાન ખાન આજે બોલીવુડનો જાણીતો ચહેરો છે. પરંતુ ભાગ્યશ્રી આ ફિલ્મ બાદ ક્યારે પણ જોવા મળી ના હતી. ભાગ્યશ્રી હવે પડદા પર પરત ફરી રહી છે અને તમિલનાડુના દિવંગત મુખ્ય પ્રધાન જયલલિતાની બાયોપિકમાં જોવા મળશે.

લોકડાઉનને કારણે શૂટિંગ અટકી ગયું છે. પરંતુ તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન ફોટોશૂટ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેણે એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક ફોટોગ્રાફરે સલમાન ખાનને તેને લિપ કિસ કરવાનું કહ્યું હતું. તેણે કહ્યું કે તે ફોટોગ્રાફર તેની અને સલમાનની કેટલીક હોટ તસવીરો લેવા માંગતો હતો. શૂટિંગ પહેલા તે સલમાન ખાનને બાજુમાં લઇ ગયો હતો અને તેને પકડીને લિપ કિસ કરવાનું કહેતા તે સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ.
ભાગ્યશ્રીએ કહ્યું કે તે ડરી ગઈ હતી. પરંતુ સલમાન ખાનનો જવાબ સાંભળીને તેણે શાંતિનો શ્વાસ લીધો. તેણે કહ્યું કે સલમાને ફોટોગ્રાફરને આવું કરવાની ના પાડી હતી. તેમણે કહ્યું કે ભાગ્યશ્રીની પરવાનગી લીધા વિના તે આવું કશું કરશે નહીં. તેનાથી તે ખૂબ જ ખુશ થયો અને લાગ્યું કે તે સલમાન ખાન સાથે કામ કરીને સલામત છે. જણાવી દઈએ કે ભાગ્યશ્રીએ આ ફિલ્મ પછી ક્યારેય કામ કર્યું ન હતું. તે પરણી ગઈ હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે ‘મૈને પ્યાર કિયા’ના શૂટિંગ દરમિયાન ભાગ્યશ્રીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ લગ્નમાં સલમાન, ફિલ્મના ડાયરેક્ટર સુરજચંદ બડજાત્યા અને થોડા ક્રુ મેમ્બર શામિલ થયા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.