સલમાન ખાનની ઓનસ્ક્રીન ‘બહેન’ એ બધી જ હદ વટાવી દીધી, વાયરલ તસ્વીરોથી ગરમ થઈ ગયું બજાર!

સલમાન ખાન અને સોનમ કપૂરની યાદગાર ફિલ્મ “પ્રેમ રતન ધન પાયો” એ બોક્સ ઓફિસ પર જેટલા પૈસા બનાવ્યા એટલો જ લોકોનો પ્રેમ પણ મળ્યો. આફિલ્મમાં સલમાન ખાન અને સોનમ ઉપરાંત એક ક્યુટ છોકરી હતી, જેણે બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ, તે હતી સલમાન ખાનની બહેન. આ ફિલ્મમાં સલમાન ખાનની બે બહેન બતાવવામાં આવી હતી, જેમાં એક સ્વરા ભાસ્કર હતી અને એક આશિકા ભાટિયા હતી. આશિકા હવે પહેલાની જેમ ક્યુટ નહિ પરંતુ હોટ થઇ ગઇ છે. તે બોલ્ડનેસમાં મોટી મોટી અભિનેત્રીઓને પણ માત આપે છે.

સલમાન ખાનની ઓનસ્ક્રીન બહેનનો લુક પૂરી રીતે બદલાઇ ગયો છે. હવે તે બોલિવુડ અભિનેત્રીઓથી પણ વધારે હોટ અને બોલ્ડ થઇ ચૂકી છે. આશિકા ભાટિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે. તસવીરોને જોયા પછી તમે વિશ્વાસ નહિ કરી શકો કે આ એ જ રાજકુમારી છે જે માસૂમિયતને કારણે ફેમસ થઇ હતી અને હવે તે સુપર બોલ્ડ થઇ ચૂકી છે.

આશિકા ભાટિયાને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે, આશિકાએ છેલ્લા કેટલાક વર્ષોથી એક્ટિંગની દુનિયાને અલવિદા કહી દીધુ છે. ઇન્ટરનેટ સેંસેશન આશિકા ભાટિયા અવાર નવાર ચાહકો માટે તેની નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આશિકા ભાટિયાને પહેલા ઘણીવાર બોડી શેમિંગનો શિકાર થવું પડ્યુ છે. જો કે, આશિકાના કેટલાક ચાહકો તેના સપોર્ટમાં આવતા અને ટ્રોલર્સને કરારો જવાબ પણ આપતા હતા.

આશિકા ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની જાણિતી અભિનેત્રી છે. આશિકાએ વર્ષ 2009માં ટીવી શો મીરાથી ડેબ્યુ કર્યુ હતુ. શોમાં તેણે મીરાનો લીડ રોલ નિભાવ્યો હતો. આશિકા ભાટિયાએ ટીવી શો પરવરિશમાં પણ કામ કર્યુ છે. તેનાથી તેને ઘણી પોપ્યુલારિટી મળી હતી. શોમાં અભિનેત્રીએ ગિન્નીનો રોલ પ્લે કર્યો હતો. અત્યાર સુધી આશિકા કુછ રંગ પ્યાર કે એસે ભી, એક શ્રંગાર સ્વાભિમાન અને ગુમરાહ જેવા શોમાં કામ કર્યુ છે. વર્ષ 2015માં તેણે સલમાન અને સોનમ સાથે ફિલ્મ “પ્રેમ રતન ધન પાયો”થી ડેબ્યુ કર્યુ હતુ.

તમને જણાવી દઇએ કે, આશિકા ટ્રેંડ ડાંસર છે. અભિનેત્રી થોડા સમય પહેલા તેની લવ લાઇફને લઇને ચર્ચામાં રહી હતી. આશિકાનું તેના બોયફ્રેન્ડ સાત્વિક સંખ્યાન સાથે બ્રેકઅપ થઇ ગયુ હતુ. પરંતુ બાદમાં બંનેનું પેચઅપ પણ થયુ હતુ. તેની જાણકારી બંનેએ સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી. જો કે, આ વાત વર્ષ 2020ની છે.

Shah Jina