મનોરંજન

આટલો મોટો સ્ટાર હોવા છતાં પણ 1BHKના ફ્લેટમાં રહે છે સલમાન, જુઓ ઘરની 9 તસવીરો

બોલીવુડના સુલતાન સલમાન ખાન માટે બંગલો ખરીદવો ડાબા હાથનો ખેલ, પિતા માટે કર્યું છે આ કામ

મમ્મી પપ્પાને કારણે હજુ પણ 1BHKનાં ‘ગેલેક્સી’ અપાર્ટમેન્ટમાં રહે છે ભાઈજાન, જુઓ અંદરની તસવીરો: દબંગ સલમાન ખાન આજે બોલીવુડના સુપરસ્ટાર છે. સલમાન ખાનના બધા જ લોકો દીવાના છે. સલમાન ખાનનું ફેન ફોલોઇંગ આજે એટલું છે કે જેનો અંદાજ તમે તેની એક ઝલક જોવાની ભીડથી લગાવી શકો છે. લોકોના દિલમાં જ નહીં પરંતુ સલમાન ખાન બોક્સ ઓફિસ પર પણ રાજ કરે છે. આમ છતાં સલમાન ખાન બહુ જ નોર્મલ લાઈફ જીવે છે.

Image source

બોલીવુડના સુલતાન સલમાન ખાન મુંબઈના ગેલેકસી એપાર્ટમેન્ટમાં રહે છે. સામાન્ય રીતે અમિતાભ બચ્ચનનો બંગલો જલસા, શાહરુખ ખાનનો મન્નત મશહૂર છે. સલમાન જેવો સુપરસ્ટાર કોઈ બંગલા, વિલા અથવા પેન્ટહાઉસ છોડીને એપાર્ટમેન્ટમાં રહે છે. આ પાછળનું અસલી કારણ સલમાન ખાનના પિતા સલીમ ખાને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

Image source

સલમાન આટલા વર્ષથી મુંબઈમાં તેના પરિવાર સાથે રહે છે. સલમાન તેના માતા-પિતા અને બાકી ફેમિલી મેમ્બર સાથે મુંબઈમાં રહે છે. સલમાનને ફક્ત માતાના હાથનું બનાવેલું જમવાનું પસંદ છે. તેથી તે શુટીંગ પર જાય છે તો પણ ડબ્બો સાથે લઈને જાય છે.

Image source

સલમાન ખાન મુંબઇના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. ગેલેક્સી એપાર્ટમેન્ટ 8 માળનું છે જે ખાન પરિવારને કારણે પ્રસિદ્ધ છે. સલમાન ખાનના આ એપાર્ટમેન્ટમાં 2 ફ્લેટ છે. સલમાન ખાન ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે અને જયારે તેના માતા-પિતા સલીમ ખાન અને સલમા ખાન પહેલા માળ પર રહે છે. સલમાન ખાન એલ શેપના ફ્લેટમાં રહે છે જે એક બીએચકે છે.

Image source

આ ફ્લેટમાં એક કિચન છે જેમાં ચાર ફૂટની ગ્લાસ વોલ છે અને ડાઇનિંગ તેનાથી અલગ રહે છે. ભાઈજાનના ઘરમાં જિમ અને સ્વિમિંગ પુલ પણ છે. સલમાન ખાનનો બેડરૂમ 170થી 190 સ્કેવર ફૂટ છે. જેમાં એક બાથરૂમ પણ છે.

Image source

સલમાન ભલે બૉલીવુડનો સુલતાન બની ગયો હોય પરંતુ ઘરમાં તેનું એક પણ નથી ચાલતું. સલમાનના ઘરમાં બધાં નિયમ અને કાનૂન ચાલે છે. આટલું જ નહીં તેના પિતા જ ઘરના ફેંસલા લે છે. સલમાન આજે પણ એક બેડરૂમના ફ્લેટમાં રહે છે.

Image source

સલીમ ખાનએ જણાવ્યું હતું કે, સલમાન ખાન માટે મોટો બંગલો લેવો આસાન છે પરંતુ તે અમારી સાથે અહીં એપાર્ટમેન્ટમાં રહે છે તેનું કારણ હું છું. સલમાન મને ઘણી વાર કહી ચુક્યો છે કે એક બંગલો અથવા તો પેન્ટ હાઉસ લઈએ, પરંતુ હું અહીં 1973માં આવ્યો હતો. હવે જવાનું મન નથી. હું ક્યાંય નથી જતો તો સલમાન પણ અહીં જ રહે છે.

Image source

સલીમ ખાને જણાવ્યું હતું કે, અમે મોટા ઘરમાં જશું તો સલમાનને બહુ જ આરામ મળશે. તે બિચારો મુશ્કેલથી એક એપાર્ટમેન્ટમાં રહે છે. જેમાંથી અડધામાં તો જિમ બનાવી લીધું છે. અડધામાં કપડાં અને ચંપલ અને ખુદ રહે છે. તે ગમે તે રીતે મેનેજ કરે છે.

Image source

સલીમ ખાને જણાવ્યું હતું કે, શરૂઆતના દિવસમાં બહુ જ સંઘર્ષ કરવો પડયો હતો. પરંતુ ફિલ્મ જંજીર રીલિઝ થયા બાદ ગેલેક્સીમાં આવ્યો તો સારું લાગ્યું. સાચું કહું તો ત્યારે જ મેં વિચાર્યું હતું કે, મારું છેલ્લું ઠેકાણું પણ આ જ હશે, ત્યારથી જ હું અહીં રહું છું.

Image source

એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને જણાવ્યું હતું કે, હું કોઈ મોટા અને લકઝરી બંગલાની બદલે બાંદ્રા સ્થિત ફ્લેટમાં જ રહેવાનું પસંદ કરું છું. મારા ઉપરના ફ્લેટમાં મારા માતા-પિતા રહે છે. મેં બાળપણમાં ઘણું જોયું છે તેથી માતા-પિતાથી અલગ થવાનો વિચાર નથી આવ્યો.