મનોરંજન

સલમાન ખાનએ પહેલી વાર કબુલ્યું, આખરે કેમ ન થઇ શક્યા લગ્ન – જાણો પુરી વાત

Image Source

સલમાન ખાન 53 વર્ષના છે, છતાં પણ તેઓ બોલિવૂડના બેચલર અભિનેતામાનાં એક છે. સલમાન ખાન લગ્નને લઈને કાયમ ચર્ચામાં હોય છે. સલમાન ખાને ફિલ્મ ભારતના પ્રમોશનમાં જણાવ્યું કે આજે સુધી કોઈ છોકરીએ તેમને લગ્ન માટે પ્રપોઝ નથી કર્યું. આ કારણથી તેમના લગ્ન નથી થયા.

Image Source

હાલમાં જ સોશ્યિલ મીડિયા પર ફિલ્મ ભારતનો એક વીડિયો આવ્યો હતો જેમાં કેટરીના કૈફ સલમાન ખાનને પ્રપોઝ કરે છે. આ વીડિયો ક્લીપને લઈને સવાલ પૂછતાં સલમાન ખાને જણાવ્યું કે આજ સુધી કોઈ છોકરીએ તેમને પ્રપોઝ જ નથી કર્યું. વધુમાં સલમાન ખાને કહ્યું, “હું કેન્ડલ લાઇટ ડિનર નથી કરતો. એવું બની શકે કે હું કેન્ડલ લાઇટ ડિનર કરતો હોવું તો કદાચ મને પ્રપોઝલ મળતું. પરંતુ કેન્ડલ લાઇટ ડિનરમાં મને ખાવાનું નથી દેખાતું.”

Image Source

ભારત ફિલ્મના પ્રમોશન દરમિયાન સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે તમને લગ્ન નથી થયા તો તેનું દુઃખ થાય છે. આ સવાલ પર સલમાન ખાને કહ્યું, “હા મને દુઃખ છે કે મને આજ સુધી કોઈ છોકરીએ લગ્ન માટે પૂછ્યું નહીં.”

Image Source

સલમાન ખાન 19 વર્ષ પછી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઇંશાઅલ્લાહ’માં કામ કરવાના છે. આ ફિલ્મને લઈને સલમાન ખાન ખુબ જ ઉત્સાહિત છે અને તેઓ કહે છે કે આ ફિલ્મની શૂટ કરતી વખતે મજા પણ આવશે અને ઝગડા પણ થશે કારણ કે મારા અને સંજય વચ્ચે આવું જ થાય છે.

સલમાન ખાન સાઉથની ફિલ્મો ખુબ જ પસંદ કરે છે. હાલમાં જ સાંભળવામાં આવ્યું હતું કે સલમાન ખાન મહેશ બાબુની ફિલ્મ મહર્ષિની હિન્દી રીમેક કરશે. પરંતુ આ વાતને લઈને સલમાને ના પડી દીધી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks