મનોરંજન

સલમાન ખાનની “વોન્ટેડ” ફિલ્મની અભિનેત્રી આયશાએ ફરહાન આઝમીને પરણી ગઈ, અત્યારે આવી થઇ ગઈ

એક સમયે આના ફિગર પાછળ આખું બૉલીવુડ જગત દીવાનું હતું, અત્યારે આવી થઇ ગઈ

ફિલ્મ ‘વોન્ટેડ’થી લોકપ્રિયતા મેળવનારી અભિનેત્રી આયશા ટાકિયાએ હાલમાં જ પોતાનો 33 મોં જન્મદિવસ ઉજવ્યો છે. જણાવી દઈએ કે આયશા ટાકિયા ભારતીય ફિલ્મ અભિનેત્રી હોવાની સાથે સાથે એક મૉડલ પણ છે.

હાલના સમયે ભલે આયશા બૉલીવુડ ફિલ્મોથી દૂર હોય પણ તે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે, અને લગાતાર પોતાના ફેન્સ માટે પોતાના પતિ અને દીકરા સાથેની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. પુરા દેશમાં તેના લાખો ફૈન છે. આયશાએ પોતાના અભિનયની સાથે સાથે પોતાની સુંદરતાથી પણ બોલીવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે.

અભિનેતા સલમાન ખાન બોલીવુડનો દિગ્ગજ અભિનેતા છે. તેને એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. આજે તે 54 વર્ષની ઉંમરે પણ કુંવારો છે અને આજે પણ ઇન્ડસ્ટ્રીમાં તેની મજબૂત પકડ જોવા મળે છે. સલમાન ખાનની એક ખુબ જ હિટ રહેલી ફિલ્મ “વોન્ટેડ”ને રિલીઝ થયે આજે 11 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આ ફિલ્મને ડાન્સર પ્રભુદેવા દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. દર્શકોએ પણ આ ફિલ્મને ખુબ જ પસંદ કરી હતી.

અભિનેતા સલમાન ખાનનું નામ અલગ અલગ અભિનેત્રીઓ સાથે જોડાતું આવ્યું છે. હાલ તેનું નામ જેકલીન ફર્નાન્ડિઝ સાથે જોડાઈ રહ્યું છે. સલમાનની મોટાભાગની ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોડનારી અભિનેત્રીઓ સાથે તેનું નામ જોડાતું રહ્યું છે. પરંતુ હજુ પણ સલામન કુંવારો છે. તેને જીવનભર સાથ આપી શકે તેવું કોઈ મળ્યું નથી.

Image Source

આ ફિલ્મમાં સલમાન ખાનની સામે મુખ્ય અભિનેત્રી તરીકે અભિનેત્રી આયશા ટાકિયા જોવા મળી હતી. આ ફિલ્મમાં સલમાન અને આયશાની જોડીને પણ ખુબ જ વધારે પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં સલમાન ખાન એક અલગ જ પાત્રમાં નજર આવે છે જેનો ખુલાસો ફિલ્મના અંતમાં થતો જોવા મળે છે.

આયશા ટાકિયા આ ફિલ્મ બાદ ઘણી જ ઓછી ફિલ્મોમાં જોવા મળી. અને ધીમે ધીમે તે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઇ ગઈ. ચાહકોને આયશાનો અભિનય પણ ખુબ જ પસંદ આવ્યો હતો. બોક્સ ઓફિસ ઉપર પણ આ ફિલ્મ ખુબ જ સફળ રહી હતી. વોન્ટેડ, દિલ માંગે મોર ,શાદી નંબર-1, શાદી સે પહેલે, કૈશ, પાઠશાળા, દે તાલિ જેવી ફિલ્મોમાં નજરે આવી ચુકેલી આયેશા ટાકિયાનો જન્મ 10 એપ્રિલ 1985 મુંબઈમાં થયો હતો.

Image Source

આયેશાએ ફક્ત ચાર વર્ષની ઉંમરમાં જ મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આયેશાને ફાલ્ગુની પાઠકના આલ્બમ ગીત ‘મેરી ચુનર ઉડ-ઉડ જાયે’થી જાણીતી થઇ હતી.

‘મેરી ચુનર ઉડ-ઉડ જાયે’ બાદ આયેશા ટાકિયા બાદમાં એક વિડીયો ‘શેક ઈટ ડૈડી’માં નજરે આવી હતી. આ બાદ તેને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી સરાહના મળી હતી. આયશા ટાકિયાની પહેલી ફિલ્મ ‘ટારઝન ધ વન્ડર કાર’હતી. આ માટે આયેશાને ફિલ્મ ફેર બેસ્ટ ડેબ્યુએક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. 2006માં તેની ફિલ્મ ‘ ડોર’ રિલીઝ થઇ હતી.

જે માટે આયેશાને એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. સલમાન ખાન સાથેની ફિલ્મ ‘વોન્ટેડ’ આયેશાની સૌથી સફળ ફિલ્મ હતી. આયેશા છેલ્લે 2011માં આવેલી ફિલ્મ મોડઆ નજરે આવી હતી. આયેશાની માતા ગુજરાતી હતી જયારે તેના પિતા મુસ્લિમ હતા. આયેશાએ 2009માં બિઝનેસમેન ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક દીકરો પણ છે.

આયેશાએ2009માં રેસ્ટોરન્ટ માલિક અને સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. સાથે બંનેના લગ્ન મુસ્લિમ રીત-રિવાજો સાથે થયા હતા. આ દંપતીનો 7 વર્ષનો પુત્ર છે જેનું નામ મિકેઇલ છે. આયેશા તેના ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર પુત્ર સાથે ફોટા પોસ્ટ કરે છે.લગ્નના ચાર વર્ષ બાદ આયેશાએ 6 ડિસેમ્બર 2013ના દીકરા મિકાઈલને જન્મ આપ્યો હતો.

આયેશાની ફિલ્મ ‘વોન્ટેડ’ તેના લગ્ન પછી જ બનાવવામાં આવી હતી. આયેશાને ટોલીવુડની ફિલ્મ ‘સુપર’ માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ જીત્યો છે. તે નાના પડદા પર ટીવી રિયાલિટી શો ‘સુરક્ષેત્ર’ હોસ્ટ કરતી પણ જોવા મળી હતી.

ફિલ્મ ‘ડોર’ પછી આયેશાને બહુ ઓછી ફિલ્મો મળી. આ કારણ છે કે તે આ ફિલ્મમાં તે ઇન્ટિમેટ સીન આપવાની વિરુદ્ધમાં હતી. આયેશા ફિલ્મોમાં માત્ર અર્થપૂર્ણ પાત્ર જ કરવા માંગતી હતી. તેને અર્થ વિના મોહક પાત્ર ભજવવું ગમતું નથી.

આયેશા ટાકિયાએ ખુશીથી ફિલ્મી કારકિર્દી છોડી દીધી હતી. હાલ તે તેના પતિ સાથે તેનો બિઝનેસમાં જોડાઈ ગઈ છે.આયેશા ગોવામાં બુટિક હોટલની ડિઝાઇનિંગનું સંભાળી રહી છે.

મીડિયામાં અવારનવાર એવા અહેવાલો આવી રહ્યા છે કે તેઓએ સિલિકોન ઇમ્પ્લાન્ટ કરીને કદમાં બ્રેસ્ટ સાઈઝમાં વધારો કર્યો છે. આ સાથે જ તેમણે હોઠની સર્જરી પણ કરાવી છે. જો કે, એક મુલાકાતમાં તેમણે હોઠની સર્જરીને ખોટા સમાચાર ગણાવ્યા.

આયેશાએ જણાવ્યું હતું કે, મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી નથી. સામે આવેલી તસ્વીર ફોટોશોપની છે. નાનો છે. પરંતુ તસ્વીરમાં ચહેરો મોટો જોવા મળી રહ્યો છે.