બોલીવુડના દિગ્ગજ સિતારાઓ પોતાની લગ્ઝરીયસ વસ્તુઓને ખુબ મહત્વ આપે છે અને શોખ પણ રાખે છે, પછી તેઓનું ઘર હોય કે વૈનિટી વૈન. જ્યા સુખ સુવિધાની દરેક વસ્તુઓ મળી જ જાય છે.

જો કે બોલીવુડના દિગ્ગજ કલાકારો પાસે પોતાની આલીશાન અને ભવ્ય વૈનિટી વૈન છે પણ સલમાન ખાનની વૈનિટી વૈન બધાથી અલગ અને કંઈક ખાસ છે. સલમાન ખાનની વૈનિટી વૈનસૌથી મોંઘી અને લગ્ઝરીયસ વૈનિટી વૈનમાની એક માનવામાં આવે છે.

સલમાન ખાન શૂટિંગ માંથી ફ્રી થઈને મોટાભાગનો સમય પોતાની વૈનમાં જ વિતાવે છે. આ વૈનને એક આલીશાન ઘર કહેવું ખોટું નથી. આવો તો તમને સલમાન ખાનની વૈનિટી વૈન સાથે રૂબરૂ કરાવીએ.

સલમાનની વૈનિટી વૈન એટલી લાજવાબ છે કે તેને જોઈને દરેક કોઈની આંખો અને મોં ખુલ્લા જ રહી જશે. આવો તો જોઈએ તસ્વીરો.

તસ્વીરોને જોઈને એ અંદાજો લગાવી શકાય છે કે તેના વૈનની કિંમત કરોડોમાં હશે. અહીં જરૂરિતાની દરેક વસ્તુઓ ઉપલબ્ધ છે. પછી સોફા પર બેસીને આરામ કરવો હોય કે પછી ટીવી જોવી હોય, અહીં બધું જ છે.

વૈનની અંદર સલમાન ખાનની એક તસ્વીર લાગેલી પણ જોઈ શકાય છે. તેની સામે મેકઅપ માટે જગ્યા બનાવવામાં આવેલી છે, જ્યા આરામદાયક ખુરશી પણ લાગેલી છે, અને બાજુમાં સોફા પણ છે.

ઘણીવાર સલમાન પોતાના નિર્દેશકો સાથે આ જ સોફા પર બેસીને ફિલ્મની સ્ક્રીપ્ટ વિશે ચર્ચા કરે છે. શૂટિંગના પહેલા કે શૂટિંગના પછી મોટાભાગના કલાકારો પોતાની વૈનમાં જ સમય વિતાવે છે માટે તેમાં સુખ સુવિધાની દરેક વસ્તુઓ જોવા મળે છે. સલમાનની વૈન ફાઈવ સ્ટાર હોટેલ જેવો લુક આપે છે.

વૈનિટી વૈનના એક ભાગમાં આરામ કરવા માટેની ખાસ જગ્યા બનાવેલી છે, અહીં મોટી ટીવી સ્ક્રીન પણ છે. વૈનના ઇન્ટિરિયર પર પણ ખુબ બારીકીથી ધ્યાન આપવામાં આવેલુ છે, તેનો લુક હલ્કા પીળા રંગનો છે.

વૈનિટી વૈનની અંદર નાનું એવું પણ સ્ટાઈલિશ બાથરૂમ બનેલું છે. આ સિવાય મ્યુઝિક સિસ્ટમ, બેડ, પણ છે. જેમાં લાગેલી બ્રાઇટ લાઇટ્સ, ઇન્ટિરિયર અને કલર કોન્ટ્રાસ્ટ તેને વધારે સુંદર બનાવે છે.

સલમાનન ખાનની તવસીર જ્યા લાગેલી છે તેની બાજુમાં સીટિંગ એરિયા છે. અહીં સલમાનની સાથે કામ કરનારા મેકઅપ આર્ટિસ્ટ, હેર આર્ટિસ્ટ, સ્ટાઇલિસ્ટ વગેરે બેસે છે. ચાહકોને સલમાન ખાનની વૈનિટી વૈનની તસ્વીરો ખુબ પસંદ આવી રહી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘રાધે’ ઈદ ના મૌકા પર રિલીઝ થવાની હતી, પણ લોકડાઉનને લીધે તે શક્ય ન થઇ શક્યું. લોકડાઉનમાં સલમાન ખાન પોતાના ફાર્મહાઉસ પર રહીને બે ગીતો રિલીઝ કરી ચુક્યા છે.