સલમાન ખાનના ટોવેલની નીલામીમાં મળ્યા આટલા લાખ રૂપિયા, આ કિંમતમાં તમે ખોલી શકો છો દુકાન

‘જીને કે હે ચાર દીન’ ગીતમાં ઉપયોગમાં લેવાયેલ સલમાન ખાનનો ટોવેલ થયો નીલામ, અધધધ ભાવ મળ્યો

બોલિવુડના ભાઇજાન અને દબંગ કહેવાતા સલમાન ખાનની પૂરી દુનિયા દીવાની છે. પોતાના અભિનય અને પર્સનાલિટીથી લાખો લોકોના દિલ પર રાજ કરનારા સલમાન ખાન ઘણીવાર કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. સલમાન ખાને ફિલ્મી દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે. તેમના ચાહકોની દીવાનગી કંઇક એવી છે કે તેમની એક ઝલક મેળવવા માટે ચાહકો બેતાબ રહે છે. આ વખતે તો સલમાન પ્રતિ લોકોની દીવાનગીની એક ઝલક સામે આવી છે.

વર્ષ 2004માં સલમાન ખાન, અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાની સુપરહિટ ફિલ્મ “મુજસે શાદી કરોગી” રીલિઝ થઇ હતી. આ ફિલ્મને દર્શકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી હતી. સાથે જ આ ફિલ્મના એક ગીત “જીને કે હે ચાર દિન”ને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. આ ગીતમાં સલમાન ખાને જે ટોવેલનો ઉપયોગ કર્યો હતો તેને લાખો રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.

જણાવી દઇએ કે, આ ટોવેલની નીલામી થઇ છે. આ ગીતના ડાંસ સ્ટેપ્સ ઘણા ચર્ચામાં રહ્યા હતા. આ ગીતમાં સલમાન ખાનના ટોવેલ સાથેના સ્ટેપ કમાલના હતા. પરંતુ હવે આ ટોવેલને 1 લાખ 42 હજાર રૂપિયામાં નીલામ કરવામાં આવ્યો છે. રીપોર્ટ અનુસાર આ પૈસાનો ઉપયોગ ચેરિટીમાં કરવામાં આવશે.

બોલિવુડ લાઇફના રીપોર્ટ અનુસાર, આ નીલામીમાં સલમાન ખાનના ટોવેલ ઉપરાંત કેટલીક બીજી વસ્તુઓની પણ થઇ છે, જેમાં દેવદાસ ફિલ્મથી માધુરી  દિક્ષિતનો લહેંગો, શાહરૂખ ખાનનું ડૂડલ, ફિલ્મ ઓહ માય ગોડથી અક્ષય કુમારનો સૂટ અને સુપરહિટ ફિલ્મ  લગાન ફિલ્મથી આમિર ખાનના બેટની પણ નીલામી થઇ છે.

સલમાન ખાનના વર્કફ્રંટની વાત કરીએ  તો, તે રૂસમાં  કેટરીના કૈફ સાથે “ટાઇગર 3″નું શુટિંગ કરી રહ્યા છે. કથિત રીતે શુટિંગ તુર્કીમાં શિફ્ટ કરી દેવામાં આવ્યુ છે અને તેમની સારી મિત્ર લૂલિયા વંતૂર પહેલાથી જ ઇસ્તામ્બુલમાં હાજર છે. ઇમરાન હાશ્મી ટાઇગર-3નો ભાગ છે અને તેનો બોલ્ડ-અપ અવતાર ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો.

Shah Jina