બોલીવુડના દબંગ ખાન અભિનેતા સલમાન ખાન હંમેશાથી જ પોતાની ફિલ્મો તો ક્યારેક પોતાના સામાજિક કાર્યોને લીધે લોકોનું દિલ જીતતા રહ્યા છે. પણ આ વખતે સલમાન ખાને કંઈક એવું કરી દીધું છે જે કોઈએ વિચાર્યું પણ નહિ હોય.
ગુરુવારના રોજ સલમાન ખાનની બહેન અર્પિતાના ઘરે ગણપતિ વિસર્જનના મૌકા પર પૂરો ખાન પરિવાર હાજર રહ્યો હતો. સલમાને આ ખાસ અવસર પર મન ભરીને ડાન્સ કર્યો હતો. એવામાં મીડિયાની નજરો પણ સલમાન ખાન પર રહી હતી. આ વચ્ચે સલમાન ખાનનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં તે ગણપતિના આ અવસર પર સિગરેટ પિતા જોવા મળ્યા હતા.

જ્યા એક તરફ સલમાન ખાન ગણેશ ઉત્સવના સમયે બાપાની આરતી કરતા જોવા મળ્યા હયા જ્યારે બીજી તરફ ગણપતિ વિસર્જન વખતે સલમાન ખાન સ્મોકિંગ કરતા કેમેરાની નજરોમાં આવી ગયા છે. સલમાન ખાનની આવી હરકત પર લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અમુક પોલીસમેન સલમાનને મળવા માટે આવેલા છે. આ સિવાય સલમાનની સાથે તેનો બોડીગાર્ડ શેરા તથા અન્ય એક વ્યક્તિ પણ ઉભેલો છે. પહેલા સલમાન અમુક સમય સુધી તેઓ સાથે વાતો કરે છે અને પછી સિગરેટ કાઢીને તેનો કશ લગાવી રહેલા દેખાઈ રહ્યા છે.

સલમાનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. જેના પછી લોકોએ તેની આલોચના કરવાનું શરૂ કરી દીધું છે. વીડિયોને જોતા લોકો સલમાન ખાનને સવાલ કરી રહ્યા છે કે શું તેની આસ્થા ખોટી હતી? શું ગણપતિની ભક્તિ માત્ર એક દેખાવ જ હતો?
ગણેશ ચતુર્થી વખતે સલમાને પોતાના ભાણિયા આહિલ સાથે બાપાની આરતી કરી હતી. તે સમયે સલમાને ભૂલથી આરતી ઉંધી દિશામાં કરી હતી પણ ત્યારે લોકો તેના સપોર્ટમાં હતા પણ આ વખતે ફૈન્સ તેના સ્મોકિંગથી નારાજ થયેલા છે.

જણાવી દઈએ કે વિસર્જનના સમયે સલમાન ખાન વાજ-ગાજ અને ઢોલ-નગારા સાથે પુરી મસ્તીમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. સલમાની સાથે સ્વરા ભાસ્કર અને ડેજી શાહ પણ ડાન્સ કરતી જોવા મળી હતી.
જુઓ સલમાન ખાનનો સ્મોકિંગ કરી રહેલો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks