ફિલ્મી દુનિયા

જરૂરિયાતમંદ વ્યક્તિઓની મદદ માટે આગળ આવ્યા સલમાન ખાન, જૈકલીન અને યુલિયા સાથે મળીને મોકલ્યું રાશન

હાલ સમગ્ર દેશ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યો છે. જેના કારણે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સૌથી વધુ દૈનિક મજૂરો અને ગરીબ લોકો આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. સરકાર આ માટે સંભવ કોશિશ કરી રહી છે. આ મજૂરોએ અત્યાર સુધી બૉલીવુડના ઘણા સિતારાઓ મદદ કરી ચુક્યા છે. બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન તેનાથી બનતી બધી જ મદદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાન બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લગભગ 25 હજાર દૈનિક વેતન મજૂરો અને ગરીબ લોકોને આર્થિક મદદની સહાય સાથે જરૂરિયાત સામાન ઉપલબ્ધ કરાવ્યો છે. લોકડાઉન થયા બાદ સલમાન ખાન તેના પનવેલ ફાર્મ હાઉસમાં છે. તેમની સાથે તેમની અન્ય ખાસ મિત્રો અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ અને યુલિયા વંતુર પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

આ દરમિયાન સલમાન ખાને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેના મિત્રો અને અન્ય લોકો સાથે કામદારો માટે ટ્રેક્ટર પર જમવાનું રાખતો નજરે ચડયો હતો. આ વીડિયોને શેર કરતાં સલમાન ખાને એક ખૂબ જ ખાસ કેપ્શન પણ આપ્યું છે. તેમણે ખોરાક રાખવા બદલ તેના બધા મિત્રોનો આભાર માન્યો અને તેમને ટેગ પણ કર્યા.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. બધા સોશ્યલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. આ પહેલા સલમાન ખાનેઓલ ઇન્ડિયા સ્પેશિયલ આર્ટિસ્ટ એસોસિએશન (એઆઈએસએએ) હેઠળ 45 કલાકારોના બેંક ખાતાઓમાં રૂ 3,000 જમા કરાવ્યા છે. જેના માટે તમામ કલાકારો દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાને પનવેલના ફોર્મ હાઉસમાં રહીને ‘પ્યાર કરોના’ નામનું એક ઑડિયો ગીત પણ રજૂ કર્યું હતું. જણાવી દઈએ કે સલમાન ખાન અને હુસેન દલાલે આ ગીત એક સાથે લખ્યું છે, જ્યારે સંગીત સાજિદ-વાજિદ આપ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.