સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ સલમાન ખાન માટે પોલીસે લીધો મોટો નિર્ણય, જાણીને ફેન્સને ટેંશન ચડશે

પંજાબી સિંગર સિદ્ધુની હત્યા પછી ભાઈજાન દબંગ ખાન માટે પોલીસે લીધો મોટો નિર્ણય, જાણીને ફેન્સને ટેંશન ચડશે

પંજાબી ગાયક અને રૈપર એવા સિદ્ધુ મુસેવાલાની હત્યાથી સનસની મચી ગઈ હતી. એવામાં આ વચ્ચે મુંબઈ પોલીસે અભિનેતા સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. સિદ્ધુ હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઇનું નામ સામે આવી ચૂક્યું છે, જેણે વર્ષો પહેલા સલમાન પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો હતો, અને મારી નાખવાની ધમકી પણ આપી ચુક્યો હતો.જેનાથી પોલીસને આશંકા છે કે સલમાન ખાન પર પણ ખતરો મંડરાઈ શકે છે, એવામાં પોલીસે સલમાન ખાનની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.

મળેલી જાણકારીના આધારે સલમાનની પર્સનલ સિક્યોરિટીની સાથે સાથે તેના ઘરની આસપાસ પણ કડક સુરક્ષા લગાવી દેવામાં આવી છે જેથી કોઈ અનહોની થતા પહેલા જ તેને અટકાવી શકાય. જણાવી દઈએ કે ફિલ્મ હમ સાથ સાથ હૈ ના શૂટિંગ સમયે કાળા હરણના શિકારના મામલામાં સલમાન પર દર્જ કેસ આજે પણ ચાલી રહ્યો છે,જેના પર નિર્ણય આવવાનો હજુ બાકી છે.આ મામલામાં લોરેન્સ બિશ્નોઈએ વર્ષ 2018માં સલમાન ખાનને જોધપુરમાં મારી નાખવાની ધમકી આપી હતી. એવામાં સિદ્ધુની હત્યામાં પણ લોરેન્સનું નામ સામે આવતા સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ મામલામાં બિશ્નોઈના અન્ય એક સહભાગીએ કબૂલ કર્યું હતું કે તેઓએ મળીને સલમાન ખાનને મારવાની યોજના બનાવી હતી અને હત્યાના પ્લાનિંગ મુજબ તેઓ મુંબઈ પણ ગયા હતા. હાલ લોરેન્સ બિશ્નોઇ તિહાડ જેલમાં છે અને સિદ્ધુ હત્યા કેસની બાબતે પૂછતાછ શરૂ કરી દેવામાં આવી છે.

Krishna Patel