બોલીવુડનો એક્ટર અને દબંગ ખાન એટલે કે સલમાન ખાન આજકલમુંબઈની ભીડભાડથી દૂર તેના પનવેલના ફાર્મ હાઉસમાં સમય વિતાવી રહ્યો છે. સલમાન ખાનનું હાલ ફિલ્મમાં શૂટિંગ બંધ હોય હાલ ખેતરમાં ખેતી કરીને સમય વિતાવી રહ્યો છે. જેની ચર્ચા થઇ રહી છે. આ પહેલા પણ સલમાન ખાનની ખેતરમાં કામ કરતી હોય તેવી તસ્વીર વાયરલ થઇ હતી. હાલમાં જ સલમાન ખાનનો એક વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
સલમાન ખાને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ઘણા લોકો સાથે ડાંગરની વાવણી કરતા જોવા મળે છે. આ બાદ તે પાણીથી હાથ-પગ ધોઈ રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે સલમાન ખાને કોઈ વીડિયો શેર કર્યો હોય. આ પહેલા તેણે સોશિયલ મીડિયા પર તેની ખેતીની પોસ્ટ્સ શેર કરી હતી.
View this post on Instagram
ફિલ્મોમાં પોતાનો એક્ટિંગનો ઝલવો દેખાડનાર સલમાન ખાન સંપૂર્ણ ખેડૂત બન્યો છે. આ દિવસોમાં સલમાન તેની કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો નથી. સલમાને આ અગાઉ શેર કરેલા વીડિયોમાં તે ખેતરો જોતો જોવા મળ્યો હતો. વીડિયોમાં સલમાન તેના ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યો હતો.
View this post on Instagram
સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતૂરે પણ સલમાનના ફાર્મહાઉસમાં ડાંગરની વાવણી કરતી તસવીર શેર કરી હતી. ખેડૂતની જેમ સલમાન ખાન વીડિયોમાં ટ્રેક્ટર ચલાવતો નજરે પડે છે, ક્યારેક હળ ઉભો રહી ખેતર ખેડવામાં મદદ કરે છે. સલમાન ખાનની ફિલ્મ ‘રાધે: તમારો મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ની રિલીઝ ડેટ કોરોના વાયરસને કારણે આગળ વધી ગઈ છે.
View this post on Instagram
અગાઉ સલમાન ખાને તેની માટી સાથેની તસવીર શેર કરી હતી. તસવીરમાં સલમાન ખાન સંપૂર્ણપણે માટી વાળો જોવા મળ્યો હતો. આ તસવીર શેર કરતા સલમાન ખાને દેશના ખેડુતો માટે વિશેષ કેપ્સન પણ લખ્યું હતું. તેમણે તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, ‘બધા ખેડુતો માટે આદર.’ જો કે આ તસવીર પર સલમાનને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.