બૉલીવુડ અભિનેતા સલમાન ખાન ઈન્ડસ્ટ્રીનું ખુબ જ મોટું નામ છે. તેનો ચાહક વર્ગ પણ દુનિયાભરમાં ફેલાયેલો છે. સલમાન ખાનની ફિલ્મો પણ કરોડોની કમાણી કરતી જોવા મળે છે ત્યારે હાલમાં કોરોના વાયરસના કારણે થિયેટરો બંધ પડ્યા છે, જેના કારણે ઘણી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરવામાં આવી છે.

સલમાન ખાનની કોઈ ફિલ્મ હજુ આ ડીઝીટલ ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોવા નથી મળી. ત્યારે દર્શકો પણ સલમાનને ઓન સ્ક્રીન જોવા માટે તરસી રહ્યા છે. સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ “રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ”ને લઈને પણ દર્શકો તેની રાહ જોઈએ રહ્યા છે.

આજે ઓટીટી પ્લેટફોર્મ દ્વારા ઘણા પ્રોડ્યુસરો પોતાની ફિલ્મો રજૂ કરી રહ્યા છે ત્યારે સિનેમાઘરના માલિકો આજે મુશ્કેલીમાં છે. ત્યારે સૂત્રો પ્રમાણે મળેલી માહિતી મુજબ સલમાન ખાનને પણ “રાધે” ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ કરવા માટે 250 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.

પરંતુ સલમાને આ ઓફરને એક જ ઝાટકે ઠુકરાવી દીધી હતી. આ એક ખુબ જ મોટી રકમ હતી. જેનાથી કોઈપણ વિચિલિત થઇ શકે, પરંતુ સલમાને આ ઓફરને માત્ર એક જ મિનિટમાં ઠુકરાવી દીધી હતી. સલમાન આ ફિલ્મને થિયેટરમાં જ પ્રસારિત કરવા માંગે છે.

સલમાનના આ નિર્ણયમાં નિર્દેશક પ્રભુદેવાએ પણ સલમાનનો સાથ આપ્યો હતો. સલમાનની ફિલ્મ “રાધે”ની દર્શકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.