મનોરંજન

ચારે બાજુથી લોકોએ સલમાન ખાનને ખરીખોટી સંભળાવી, હવે સલમાન આવ્યો મેદાનમાં અને જગજાહેર બધાને કહ્યું કે

સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી સોશિયલ મીડિયા પર બોલીવુડના વિરુદ્ધ લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે. ટ્વીટર પર કલાકારોના વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Image Source

આવા કલાકારોમાં અભિનેતા સલમાન ખાન પર લોકોનો વધારે પડતો જ આક્રોશ છે. આ વચ્ચે સલમાન ખાને હવે પોતાની ચુપ્પી તોડી છે.

Image Source

સલમાન ખાને ટ્વીટર પર લખ્યું કે,” હું મારા દરેક ચાહકોને નિવેદન કરું છું કે તેઓ સુશાંતના ચાહકોની સાથે ઉભા રહે અને ખોટી ભાષાનો ઉપીયોગ ન કરો. ભાવનાઓને સમજવાની કોશિશ કરો. આ મુશ્કિલ સમયમાં સુશાંતના પરિવારનો સહારો બનો. કોઈ પોતાનાનું ચાલ્યા જવું ખુબ દુઃખ આપનારું હોય છે”.

સુશાંતના નિધન પછી ઘણી જગ્યાઓ પર સલમાન ખાનના પૂતળા સળગાવવામાં આવી રહ્યા છે. બિહારમાં તેના બિંગ હ્યુમન શો રૂમથી તેની તસ્વીરો હટાવી દેવામાં આવી છે. આ સિવાય જે જગ્યાઓ પર સલમાનના પોસ્ટર લગાવેલા હતા તેને પણ ઉતારી લેવામાં આવ્યા છે.

Image Source

આ સિવાય અનુરાગ કશ્યપના ભાઈ અભિનવ કશ્યપે સલમાન અને તેના પરિવાર પર ખુબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. અભિનવનું કહેવું છે કે ફિલ્મ દબંગના દરમિયાન સલમાન અને તેના પરિવારે તેની સાથે ખુબ જ નાઇન્સાફી કરી છે. અને તેની હાલત એવી થઇ ગઈ છે કે તેને ઇન્ડસ્ટ્રીમાં કોઈ કામ નથી આપતું.

Image Source

ફિલ્મ સ્ટાઇલના અભિનેતા સાહિલ ખાને પણ કહ્યું હતું કે બે મોટા ખાન સ્ટાર્સ સાથે મેગેઝીનમાં મારી તસ્વીર છાપવામાં આવી હતી અને આજ વાત એક ખાનને ખરાબ લાગી ગઈ અને તેણે મને ફિલ્મ માંથી કઢાવી નાખ્યો હતો.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.