મનોરંજન

આ હીરોઈનની દીકરીને સલમાન ખાન સાથે સમય વિતાવવો પસંદ હતો, જુઓ 10 તસ્વીરો

બોલીવુડના દબંગ ખાન એટલે કે અભિનેતા સલમાન ખાન બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં હંમેશા લોકોને મદદ કરતા જોવા મળે છે. સલમાન ખાને ઘણા કાલાકરોને બોલીવુડમાં કામ કરવા માટેની તક પણ આપી છે. એવામાં આ વખતે સલમાન ખાન મહેશ માંજેરકરની દિકરી સાઈ માંજેરકરને પોતાની ફિલ્મમાં મૌકો આપી રહ્યા છે.

Image Source

સાઈ માંજેરકર સલમાન ખાનની આવનારી ફિલ્મ દબંગ-3 દ્વારા બૉલીવુડ એન્ટ્રી કરવા જઈ રહી છે. 90 ના દશકની અભિનેત્રી રવીના ટંડન સાથે પણ સલમાન ખાનની સારી એવી મિત્રતા છે.

Image Source

આવું એકવાર ફરીથી જોવા મળ્યું જ્યારે રવીના ટંડને ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી હતી. રવીનાએ ઘણા વર્ષો પહેલાની સલમાની તસ્વીર શેર કરી હતી જેમાં તેની સાથે રવીનાની દીકરી પણ દેખાઈ રહી છે.

Image Source

આ તસ્વીર લગભગ 9 વર્ષ પહેલાની છે. તે સમયે રવીનાની દીકરી રાશા થડાનીની ઉંમર માત્ર 5 વર્ષ હતી. રવીનાએ આ પોસ્ટ શેર કરીને જણાવ્યું કે સલમાન ખાન બાળકોની આસપાસ ખુબ જ ખુશ હોય છે. રવીનાની આ તસ્વીર ખુબ વાયરલ પણ થઇ રહી છે અને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

Image Source

એક યુઝરે લખ્યું કે,”સલમાન ખાનનું દિલ સોનાનું છે અને તેને ઘણા લોકો પ્રેમ કરે છે કેમ કે તે એક સારા વ્યક્તિ છે.” સલમાન અને રવીનાએ એકસાથે અંદાજ અપના અપના, દીવાના મસ્તાના જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

હાલ સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ દબંગ-3 ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા સાઈ માંજરેકર પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહી છે.

Image Source

ફિલ્મને પ્રભુ દેવાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં સોનાક્ષી સિંહા અને કિચ્ચા સુદીપ જેવા સિતારાઓ પણ જોવા મળશે. આ સિવાય સલમાન ખાન પોતાની બીજી ફિલ્મ ‘રાધે’ને લીધે પણ ચર્ચામાં બનેલા છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.