મનોરંજન

સલમાન ખાનની ફિલ્મ “રાધે”નું ધમાકેદાર ટ્રેલર થયું રીલિઝ, સલમાને તોડ્યો ઓનસ્ક્રીન નો કિસનો રેકોર્ડ

સલમાન ખાનની ફિલ્મ ‘રાધે: ધ મોસ્ટ વોન્ટેડ ભાઇ’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર એક્શન અને થ્રિલરથી ભરપૂર છે. આ ફિલ્મ ઇદનાં દિવસે રિલીઝ થઇ રહી છે. ફિલ્મમાં સલમાન ખાનનો જૂનો પરિચિત અંદાજ જોવા મળી રહ્યો છે. તમને ટ્રેલર જોતા સલમાન ખાનનો ‘વોન્ટેડ’ લૂક અને તે અંદાજ નજર આવે છે. ફિલ્મ 13 મેનાં રોજ રિલીઝ થશે. પણ હાલમાં જે તેનું ટ્રેલર રિલીઝ થયુ છે.

ટ્રેલરમાં જોવા મળી રહ્યુ છે કે, મુંબઇના યુવા ડ્રગ્સના નશામાં જકડાયેલા છે અને આ બધાનો સફાયો કરવા માટે સલમાન ખાને કમિટમેંટ કરી છે. રણદીપ હુડ્ડા વિલન કેરેકટરમાં છે. ત્યાં જ દિશા પટની ખૂબસુરત લાગી રહી છે. ટ્રેલરમાં જેકલીન ફર્નાંડિસના ડાંસની ઝલક પણ દેખાઇ રહી છે. આ ફિલ્મમાં એક એવી વસ્તુ છે જેણે બધાને ચોંકાવી દીધા છે. એક સીનમાં સલમાન ખાન દિશાને કિસ કરતા જોવા મળી રહ્યા છે અને આ સાથે હવે સલમાન ખાને ઓનસ્ક્રીન નો કિસનો રેકોર્ડ પણ તોડી દીધો છે.

બુધવારે સલમાન ખાને જાહેરાત કરી છે કે હાલની સ્થિતિમાં પણ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની રિલીઝ પોસ્ટપોન નહીં થાય. ઈદ પર ભાઈજાન ઈદી(ગિફ્ટ) આપશે. ફિલ્મ 13 મેના રોજ ઈદ પર થિયેટરમાં તો રિલીઝ થશે જ, સાથે એ જ તારીખે ઝીપ્લેક્સ પર પણ રિલીઝ થશે. અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટરની‘ખાલીપીલી’ પણ ઝીપ્લેક્સ પર રિલીઝ થઈ હતી.

સલમાન ખાનની સાથે દિશા પટની લીડ રોલમાં છે. ફિલ્મમાં જેકી શ્રોફ, ઝરીના વહાબ અને રણદીપ હુડ્ડા પણ લીડ રોલમાં દેખાશે. ‘રાધે’ સલમાન ખાન, સોહેલ ખાન અને અતુલ અગ્નિહોત્રીના બેનર સલમાન ખાન ફિલ્મ્સ, સોહેલ ખાન પ્રોડક્શન્સ અને રીલ લાઈફ પ્રોડક્શન હેઠળ કો-પ્રોડ્યુસ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)