ફિલ્મી દુનિયા

વરસાદમાં ખેતરમાં ખેતી કરતો જોવા મળ્યો સલમાન ખાન, સામે આવ્યો ટ્રેકટર ચલાવતો વિડીયો

બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન આજકલ તેના પનવેલના ફાર્મ હાઉસમાં સમય વિતાવી રહ્યો છે. કોરોના વાયરસના કારણે તે મુંબઈથી દૂર ફાર્મહાઉસ પર ચાલ્યો ગયો છે. સલમાન ખાનનું હાલ ફિલ્મમાં શૂટિંગ બંધ હોય હાલ ખેતરમાં ખેતી કરીને સમય વિતાવી રહ્યો છે. આ પહેલા પણ સલમાન ખાનની ખેતરમાં કામ કરતી હ્યો તેવી તસ્વીર વાયરલ થઇ હતી. હાલમાં જ સલમાન ખાનનો એક વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

વીડિયોમાં સલમાન ખાન ખેતીની દરેક ગુણવત્તામાં નિપુણ નજરે આવી રહ્યો છે. કેટલીકવાર તે ટ્રેક્ટર ચલાવતો અને ક્યારેક હળ ઉપર ઉભો રહીને ખેતર ખેડતો નજરે ચડે છે. વીડિયો શેર કરતાં સલમાને લખ્યું, ‘ફાર્મિંગ’.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

આ વીડિયો પહેલા સલમાન ખાને એક તસવીર શેર કરી હતી જેમાં તે સંપૂર્ણપણે માટી વાળો ખેતરમાં બેસેલો નજરે ચડયો હતો. આ તસવીર શેર કરતા તેમણે લખ્યું – ‘બધા ખેડુતો માટે આદર’. તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તે પહેલાં તે એક તસવીરમાં ડાંગરની વાવણી કરતા પણ જોવા મળ્યા હતા. આ તસવીર સાથે તેમણે લખ્યું – “દાણા-દાણા પર લખેલું છે ખાનારું નામ … જય જવાન જય કિસાન.”

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ ની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મ ઈદના અવસરે રિલીઝ થવાની હતી પરંતુ લોકડાઉન અને કોરોનાને કારણે તે રિલીઝ થઈ નથી. સલમાન ખાન અને નિર્માતાઓ તેને ઓટીટીને બદલે સિનેમાઘરોમાં લાવવા માગે છે. તેથી રિલીઝની ઘણી રાહ જોવામાં આવશે. ફિલ્મના છેલ્લા શિડ્યુલનું શૂટિંગ બાકી છે. આ કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.