મનોરંજન

ભાણી આયતને ખોળામાં લઈને જોવા મળ્યા સલમાન ખાન, બહેન અર્પિતા ખાને લખ્યું – ભગવાને મોકલેલા હાથ છે આ

બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાનનો 54મો જન્મદિવસ એટલે કે 27 ડિસેમ્બરે તેની બહેન અર્પિતા ખાને એક દીકરીને જન્મ આપ્યો છે, જેનું નામ આયત રાખવામાં આવ્યું. સલમાન ખાનના મતે, એ તેમના આખા પરિવાર માટે સૌથી ખાસ ભેટ હતી. દીકરીના જન્મ બાદ અર્પિતાની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આયુષ શર્માએ દીકરી આયતની ઝલક તો પહેલા જ બતાવી દીધી છે, પરંતુ હવે જે તસ્વીરો સામે આવી છે તેનાથી વધુ સુંદર તસ્વીર તો તમે આજે આખો દિવસમાં ઇન્ટરનેટ પર નહિ જોઈ હોય.

સલમાન ખાનની ભાણીના જન્મ પછી હવે આ બંનેની તસ્વીર સામે આવી છે. મંગળવારે અર્પિતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર બે તસ્વીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. ખરેખર, આ તસ્વીરોમાં સલમાન ખાને ભાણી આયત શર્માને પ્રેમથી ખોળામાં ઉંચકી રાખી છે. આયત તેમના હાથમાં આરામથી સૂઈ રહી છે.

આ તસ્વીરોમાં સલમાન ખાનની સાથે તેમની માતા સલમા ખાન પણ સાથે ઉભેલી જોવા મળી રહી છે. આ તસ્વીરો હોસ્પિટલની છે. અર્પિતાએ શેર કરેલ પહેલી તસ્વીરમાં સલમાન અને તેની માતા બંને કેમેરા તરફ જોઈ રહયા છે, જયારે બીજી તસ્વીરમાં, બંને પ્રેમથી આયત સામે જોઈ રહયા છે. આ તસ્વીર એટલી નિર્દોષ અને સુંદર છે કે તેને જોઈને તમારા ચહેરા પર પણ આપોઆપ સ્મિત આવી જ જશે.

 

View this post on Instagram

 

A post shared by Aayush Sharma (@aaysharma) on

અર્પિતાએ આ તસ્વીર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી અને આ ફોટો પોસ્ટ કરવાની સાથે સાથે એક હૃદયસ્પર્શી પોસ્ટ પણ લખી. અર્પિતાએ લખ્યું, ‘આ દુનિયામાં એવું કશું નથી જેનાથી મને ડર લાગ્યો હોય અને એનું એકમાત્ર કરણ હતું કે મને ખબર હતી કે મારી સાથે તમે ઉભા છો અને તમે મારી સાથે ક્યારેય પણ કશું પણ થવા નહિ દો. હવે આયતને એ જ સુરક્ષાના આશાર્વાદ મળ્યા છે. આ હાથ ભગવાનના મોકલેલ છે. હું હંમેશા તમારી આભારી રહીશ સલમાન ખાન અને માતા સલમા ખાન. આ બે લોકો છે, જેમને માત્ર પ્રેમ કરતા જ આવડે છે.’

 

View this post on Instagram

 

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

સલમાને ટ્વિટર દ્વારા ખુદ આયતના જન્મની જાહેરાત કરી, ‘આ સુંદર દુનિયામાં આપનું સ્વાગત છે આયત. સમગ્ર પરિવાર માટે જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ આપવા બદલ અર્પિતા અને આયુષનો આભાર. જે પણ કોઈ આ વાંચી રહ્યું છે એને આશીર્વાદ આપો અને એ મોટી થઈને બધાને જ ગર્વ અપાવે. બધાના પ્રેમ અને આદર બદલ આભાર.’ જણાવી દઈએ કે આ તસ્વીરને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને સલમાનના ચાહકોને આ તસ્વીર ખૂબ જ પસંદ આવી રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.