ઘણા એવા પ્રાણીઓ ઉપર બોલી લાગતી હોય છે જેની કિંમત કરોડોમાં અંકાય છે. હાલ પંજાબના ફરીદકોટમાં યોજાયેલા એક ઘોડાના મેળામાં પાંચ લાખથી લઈને પાંચ કરોડ સુધીની કિંમતના ઘોડાઓ નજર આવ્યા. જેમાં કેટલાક ખાસ પ્રકારના ઘોડા પણ જોવા મળ્યા હતા. જેને જોવા માટે લોકોનો ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ મેળાની અંદર દેવ નામનો ઘોડો પણ સામેલ થયો હતો. જેને ખરીદવા માટે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને કરોડો રૂપિયાની ઓફર તે ઘોડાના માલિકને આપી તે છતાં પણ ઘોડાના માલિકે સલમાન ખાનની ઓફરને ઠુકરાવી દીધી.
મેળામાં આવેલા મોટાભાગના લોકોની નજર દેવરાજ નામના આ ઘોડા ઉપર જ ટકેલી હતી. દેવરાજના માલિકનું નામ અમનદીપ સન્ની છે. તેમને જણાવ્યું કે દેવરાજના પહેલા પાંચ બાળકો ઇન્ડિયન ચેમ્પિયનશિપમાં વિજેતા બનેલા છે. તેમને જણાવ્યું કે દેવરાજને ખરીદવા માટે ઘણા ઘોડા પ્રેમીઓએ કોરા ચેક પણ ઓફર કર્યા હતા. પરંતુ તેમને તેને વેચ્યો નહિ. દેવરાજને અમે અમારા શોખ માટે જ પાળ્યો છે.
આ મેળાની અંદર ખુબ જ સારી જાતના 300 ઘોડા અને ઘોડીઓએ ભાગ લીધો હતો. મોટાભાગના પંજાબ, રાજસ્થાન, જયપુર અને અજમેરથી આવ્યા હતા. આ ઘોડાઓની કિંમત પણ હેરાન કરી દેનારી હતી. આ મેળાની અંદર ચાંદી અને મારવાડી તેમજ નુકરા જાતિના ઘોડા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ફરીદકોટમાં ગોવિંદ સિંહ હોર્સ બ્રીડ સોસાયટી દ્વારા આયોજિત મેળામાં ઘોડાના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પંજાબ સરકાર દ્વારા આયોજિત આ મેળાનો ઉદ્દેશ્ય પશુપાલકોનો ઉત્સાહ વધારવાનો હતો અને પશુઓની જાતિમાં સુધાર કરવાનો હતો.
View this post on Instagram