તો શું કેટરીના અને વિકી કૌશલના લગ્નમાં આવશે નહિ સલમાન ખાન? જુઓ મહેમાનોની લિસ્ટ

બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલના દરેક ચાહકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેટરિના કૈફ અને વિકી કૌશલ 7 થી 9 ડિસેમ્બરની વચ્ચે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ કપલ સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા નામના કિલ્લામાં લગ્ન કરશે. જોકે કેટરિના અને વિકીએ ઓફિશ્યલ રીતે તેમના લગ્નની તારીખ જાહેર કરી નથી પરંતુ બંનેની ટીમ લગ્નની તૈયારીઓનું નિરીક્ષણ કરવા તાજેતરમાં જયપુર પહોંચી છે. આ દરમ્યાન સમાચાર આવી રહ્યા છે કે સલમાન ખાન કેટરિના કૈફના લગ્નમાં હાજરી નહીં આપી શકે.

મીડિયા રિપોર્ટ અનુસાર સુપરસ્ટાર સલમાન ખાન પરિવાર સાથે આ કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. અભિનેતા કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને સ્કિપ કરી શકે છે. જો કે હજુ સુધી તેનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેટરીનાએ પહેલું આમંત્રણ તેના સૌથી ખાસ મિત્ર સલમાન ખાન અને તેના પરિવારને જ મોકલ્યું હતું.

જણાવી દઈએ કે કેટરીના કૈફને સલમાન ખાન અને તેના પરિવાર સાથે પારિવારિક સંબંધો છે. સારા અને ખરાબ સમયમાં સલમાન ખાન હંમેશા તેની સાથે રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર  કેટરિના-વિકીના લગ્નમાં હાજરી આપનાર કેટલાક ખાસ મહેમાનોની યાદી પણ સામે આવી છે. જેમાં કરણ જોહર, રોહિત શેટ્ટી, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કબીર ખાન અને તેની પત્ની મીની માથુર ઉપરાંત વરુણ ધવન અને નતાશા દલાલનો પણ સમાવેશ થાય છે.

જણાવી દઈએ કે કેટરીના અને વિકીની રોકા સેરેમની ફિલ્મ ‘એક થા ટાઈગર’ના ડાયરેક્ટર કબીર ખાનના ઘરે થઈ હતી. કેટરીનાએ કબીર ખાન સાથે ‘એક થા ટાઈગર’ અને ‘ન્યૂયોર્ક’ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે તે કબીર ખાનને  ભાઈ પણ માને છે.

રોકા સેરેમની ખૂબ જ ખાનગી હતી અને તેમાં ફક્ત બંનેના પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. કેટરીનાની માતા સુઝેન ટર્કોએટ અને નાની બહેન ઇસાબેલ હાજર રહ્યા હતા જ્યારે વિકીના માતા-પિતા શ્યામ અને વીણા કૌશલ અને તેમનો નેનો ભાઈ સની કૌશલે પણ રોકા સમારંભમાં હાજરી આપી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જલ્દી જ કેટરીના કૈફ અને સલમાન ખાન ફિલ્મ ‘ટાઇગર 3’માં નજર આવશે. આની પહેલા જયારે કેટરીના કૈફ ડાયરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ના પ્રમોશન માટે પહોંચી હતી ત્યારે સલમાન ખાને કેટરીના કૈફના ખુબ જ વખાણ કર્યા હતા. એટલું જ નહિ જયારે સલમાનને કેટરીના માટે કોઈ ગીત ડેડિકેટ કરવા માટે કહ્યું ત્યારે અભિનેતાએ ‘એ મેરે દિલ કે ચેન’ ગીત અભિનેત્રી માટે ગાયું હતું.

Patel Meet