બોલિવૂડ અભિનેતા સલમાનના લગ્ન ક્યારે થશે? આ સવાલ કાયમ તેમના ચાહકો તેમને પૂછતાં હોય છે. તેમ છતાં પણ આ સવાલનો જવાબ હજી સુધી કોઈને મળ્યો નથી પરંતુ સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઇ રહી છે જેને જોઈને બધા જ લોકો હોશ ઉડી ગયા હતા. આ તસ્વીરમાં સલમાન ખાન એક મહિલા સાથે દુલ્હા-દુલ્હનનારૂપમાં જોવા મળે છે. આ તસ્વીરમાં સલમાન ખાનને શાદીશુદા બતાવવામાં આવ્યો છે. આ તસ્વીરને છત્તીસગઢના બિલાસપુરમાં એક અદાલતમાં રજુ કરવામાં આવી છે.

આ તસ્વીર પ્રમાણે સલમાન ખન્ના લગ્ન રાની દેવી નામની એક મહિલા સાથે થઇ ગયા છે. દરેકને ચોંકાવનારો આ મામલો છત્તીસગઢના બિલાસપુરના બૈકુંઠપૂરનો છે. અહીં રાની દેવી નામની એક મહિલાના લગ્ન બૈકુંઠપૂરના રહેવાસી વસંતલાલ સાથે થયા હતા. બસંતલાલ એસઆઈસીએલમાં કામ કરતા હતા. લગ્ન પછી તેમની વચ્ચે બધું બરાબર હતું પરંતુ 25 જુલાઈ 2013માં તેને ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

વસંતલાલના મુત્યુ પછી તેની નોકરી તેમની પત્નીને મળવાની હતી. નોકરી રાની દેવીને ન મળે તેથી બસંતલાલના ઘરવાળાએ મળીને તેની પત્ની રાની દેવીને ઘરની બહાર કાઢી મૂકી હતી. સાસરાંવાળાએ તેને બસંતની પત્ની તરીકે સ્વીકારી નહીં જેથી તેને બસંતની નોકરી ન મળે. આ મામલો બૈકુંઠપૂરના કુટુંબ ન્યાયાલયમાં ગયો. બસંતના પરિવારવાળાએ ન્યાયાલયમાં જે રેકોર્ડ મોકલ્યા તેમે રાની દેવીના લગ્ન સલમાન ખાન સાથે પહેલા થઇ ગયા છે તેવી એક તસ્વીર પણ રજૂ કરી હતી.

આ મામલોની તપાસ કરતા અધિવક્તા શુક્લાનું કહેવું છે કે આ ફોટો એડિટિંગ કરેલો છે. રાનીને તેને પતિની જગ્યાએ નોકરી ન મળે તેમાટે તેને સાસરાવાળાએ આ લગ્નની જૂઠી કહાની બનાવી છે. અદાલતે આ તસ્વીરને જૂઠી કરાર કરતા બહુ રાનીના પક્ષમાં નિર્ણય આપ્યો છે. કુટુંબ ન્યાયાલયે બહુને પોતાના બધા જ અધિકાર આપવાનું કહ્યું છે.
બસંતના પરિવારવાળા આ નિર્ણયથી ખુશ નથી તેઓ અને તે લોકો હાઇકોર્ટમાં આ નિર્ણયની વિરુદ્ધમાં અપીલ કરી છે. પરિવારવાળાએ હાઇકોર્ટમાં પણ એવું કહ્યું છે કે રાનીથી આ લોકોનો કોઈ સંબંધ નથી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.