મનોરંજન

સલમાન ખાને વાંકા વળીને સરખી કરી કેટરિનાની સાડી, જુઓ વાયરલ તસ્વીરો

સલમાન ખાન અને કેટરિના કૈફ પોતાની આવનારી ફિલ્મ ‘ભારત’ને લઈને હાલ ખૂબ જ ચર્ચાઓમાં છે. હાલમાં જ ફિલ્મનું નવું ગીત ‘ઝિંદા’ રજુ થયું હતું. આ ગીતને લોકો સમક્ષ રજૂ કરવા માટે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મના મુખ્ય કલાકારો સલમાન ખાન અને કેટરિના કૈફ પહોંચ્યા હતા.

આ ઇવેન્ટમાં સલમાન ખાન અને કેટરિના કૈફ બંને મેચિંગ કપડામાં આવ્યા હતા. સલમાન ખાને કાળું શર્ટ અને કાળું જીન્સ પહેર્યું હતું અને કેટરિના કૈફે ફ્લોરલ પ્રિન્ટવાળી કાળી સાડી પહેરી હતી. આ ઇવેન્ટમાં બંનેની ખાસ બોન્ડિંગ જોવા મળી હતી.

Image Source

આ ઇવેન્ટમા એક સમયે કેટરિના કૈફની સાડી ખરાબ થઇ તો સલમાન ખાન વાંકા વળીને તેને સરખી કરવા લાગ્યા હતા. આ સમયની સલમાન અને કેટરિનાની તસ્વીરો વાયરલ થઇ રહી છે. જો કે અહીં નોંધનીય છે કે કેટરિના કૈફ સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે અને પછી બંનેનું બ્રેકઅપ થયું હતું. પણ બ્રેકઅપ પછી પણ બંને વચ્ચે આવી બોન્ડિંગ જોઈને સલમાન ખાનના ચાહકો ખૂબ જ ખુશ છે. આ સિવાય કેટરિના કૈફ પણ આ ઇવેન્ટમાં સલમાન ખાનને ખાસ ફીલ કરાવી રહી હતી.

Image Source

તેમના આ ઇવેન્ટના વાયરલ વિડીયો પર ચાહકો ખૂબ જ રસપ્રદ કૉમેન્ટ્સ કરી રહયા છે. એક વાયરલ વીડિયોમાં કેટરિના કૈફ સલમાનના ગાલને અડવાની કોશિશ કરતી જોવા મળી હતી. આ જોઈને એક ચાહકે કહયું – ભાઈ ભાભી, તો બીજા ચાહકે લખ્યું – ‘આ બંનેને દુનિયાની કોઈ ચિંતા જ નથી. આ બંને પોતાનામાં જ મગન છે.’

આ ઈવેન્ટનો એક બીજો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક પત્રકાર કેટરિના કૈફને પૂછે છે કે શું તમે સલમાનને ભાઈજાન કહીને બોલાવ્યા. આટલું સાંભળતા જ સલમાને કહ્યું કે ‘તમારો ભાઈજાન છું આનો નહિ.’ સલમાનનો જવાબ સાંભળીને કેટરિના હસવા લાગી.

Image Source

આ પછી એક બીજા પત્રકારે કેટરિનાને પૂછ્યું કે જો તમે સલમાનને ભાઈજાન નથી કહેવા માંગતા તો પછી કયા જાણ કહેશો? તેનો જવાબ પણ સલમાને આપતા કહ્યું – મેરી જાન. કેટરિના હસવા લાગી તો પછી સલમાને કહ્યું શું ખબર ભાઈ પણ કહી શકે છે.

સલમાન ખાનની ફિલ્મ ભારત આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની છે. અને ફિલ્મના કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks