બોલિવુડના આ સ્ટાર્સ તેમના પેટ્સને કરે છે ખૂબ પ્રેમ, એક તો રોજ મોર્નિંગ વોક પર પણ થાય છે સ્પોટ જુઓ તસવીરો

સલમાન ખાનથી લઇને મલાઇકા અરોરા સુધી…પોતાના પેટ્સને લઇને આ સ્ટાર્સને ઉભરાય છે પ્રેમ, જુઓ તસવીરો

પાલતુ પ્રાણીઓ સાથે સમય વીતાવતા લોકો તેમના દુખ થોડીવાર માટે ભૂલી જાય છે. બોલિવુડના ઘણા સ્ટાર્સ એવા છે જેઓ શુટિંગથી ફ્રી થઇને તેમના પેટ્સ સાથે સમય વીતાવવા માંગે છે. સલમાન ખાન, અમિતાભ બચ્ચન, મલાઇકા અરોરા, પ્રિયંકા ચોપરા જેવા ઘણા સ્ટાર્સ પોતાના પેટ્સને ખૂબ પ્રેમ કરે છે. આ સેલિબ્રિટી ઘણીવાર તેમના પેટ્સ સાથે સમય વીતાવતા જોવા મળે છે.

1.સલમાન ખાન : બોલિવુડના દબંગ કહેવાતા સલમાન ખાન પાસે પણ ડોગ છે. સલમાન ખાન તેમના ડોગનું ઘણુ ધ્યાન રાખે છે. તેઓ ઘણીવાર તેમના પેટ ડોગ બોક્સર સાથે ક્વોલિટી સમય વીતાવતા નજર આવે છે.

2.અમિતાભ બચ્ચન : બોલિવુડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન પાસે શાનૌક નામનો એક ડેન પેટ ડોગ છે. અમિતાભ બચ્ચનને પેટ ડોગનો ઘણો શોખ છે તે પ્રાણીઓને ખૂબ પ્રેમ પણ કરે છે.

3.પ્રિયંકા ચોપરા : પ્રિયંકા ચોપરા તેના કોકર સ્પેશિયલ બ્રૈંડો ડોગને ખૂબ પ્રેમ કરે છે. તેનું નામ ધ ગોડફાધર ફેમ માર્લન બ્રૈંડોના નામ પર રાખવામાં આવ્યુ છે. પ્રિયંકા ચોપરા જોનાસ તેના પેટ્સ સાથે ઘણીવાર તસવીર ક્લિક કરાવે છે અને સોશિયલ મીડિયા પર શેર પણ કરે છે.

4.મલાઇકા અરોરા : ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરાનો ડોગ પ્રેમ તો જગ જાહેર છે. ઘણીવાર તો મલાઇકા અરોરા યોગા સેશન દરમિયાન જ તેના ડોગ સાથે મસ્તી કરવા લાગી જાય છે.

5.અનુષ્કા શર્મા : બોલિવુડ અભિનેત્રી અને પ્રોડ્યુસર તેમજ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માને પણ તેના પેટ સાથે ખૂબ પ્રેમ છે. તેની એક તસવીર ખૂબ વાયરલ થઇ હતી, જેમાં તે તેના ડોગ સાથે જમીન પર સૂઇ ઝપકી લઇ રહી હતી.

6.માધુરી દીક્ષિત : બોલિવુડની ખૂબસુરત અદાકારા માધુરી દીક્ષિત નેનએ તો એકવાર તેના પ્રેમાળ ડોગની સેલ્ફી લઇને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. માધુરી પણ તેના પેટ ડોગને ખૂબ પ્રેમ કરે છે.

7.કપિલ શર્મા : કોમેડિયનથી અભિનેતા બનેલ કપિલ શર્મા ઘણા સમય પહેલા એક ડોગને ઘરે લાવ્યા હતા. તે ડોગનું નામ પેટા છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં તેમણે જનતાને અનુરોધ કર્યો હતો કે પોતાના ડોગને બહારન છોડે કારણ કે તે પણ પરિવારનો ભાગ છે.

ઘણા બોલિવુડ સ્ટાર્સ પાસે પેટ્સ છે, જેમાં અનિલ કપૂર, શ્રદ્ધા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કૃતિ સેનન, સૌફી ચૌધરી, સોનાક્ષી સિન્હા અને શાહિદ કપૂર સામેલ છે.

Shah Jina