સલમાન ખાનની જીમ લપસી, વાતો-વાતોમાં નીકળી ગયુ રાજ કુંદ્રાનું નામ- કહી દીધી આવી વાત, દંગ રહી ગઇ શમિતા શેટ્ટી

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન આ દિવસોમાં તેમના રિયાલિટી શો “બિગબોસ 15″ને લઇને ચર્ચામાં છે. હાલમાં જ સલમાન ખાન સીઝનના પહેલી વીકેંડમાં કંટેસ્ટેંટની ક્લાસ લેતા જોવા મળ્યા. આમ પણ વીકેંડ વાર એપિસોડમાં સલમાન ખાન કયારેક મજાકિયા અંદાજમાં તો કયારેક ગુસ્સે જોવા મળતા હોય છે. આ વચ્ચે શનિવારના રોજ તેમણે બિગબોસ 15માં શિલ્પા શેટ્ટીના પતિ અને શમિતા શેટ્ટીના જીજુ રાજ રાજ કુંદ્રાના નામે શમિતા સાથે મજાક કરી.

સલમાન ખાને નિશાંતને પ્રતીક સહજપાલનું સમર્થન કરવા અને ખોટા નિર્ણય લેવાથી રોકવા માટે ફટકાર લગાવી હતી. સલમાને આ વિષય પર બંનેને વિસ્તારથી સમજાવ્યા અને પૂછ્યુ કે શું તે સમજી ગયા. આ પર પ્રતિકે કહ્યુ કે, હાં તે સમજી ગયા, તે બાદ સલમાન ખાને કરણ કુંજ્રા સહિત ઘરના વધુ સભ્યોના નામ લીધા. જો કે, કરણ કહેવાના તરત બાદ તેમણે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનું નામ લીધુ.

સલમાને કહ્યુ કે, રાજ કુંદ્રા પણ સમજી ગયા. રાજ કુંદ્રાની સાળી એટલે કે શમિતા શેટ્ટી આ વાત સાંભળી હેરાન રહી ગઇ. શમિતાના હાવ ભાવ બદલાઇ ગયા અને તે આશ્ચર્યથી જોવા લાગી. બાદમાં શમિતા શેટ્ટી સમજી ગઇ કે સલમાન ખાન મજાક કરી રહ્યા છે. એવામાં શમિતા સ્માઇલ કરવા લાગી.  જણાવી દઇએ કે, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની જુલાઇમાં ફિલ્મ રેકેટ કેસ મામલે ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ લગભગ 2 મહીના બાદ જેલમાંથી છૂટ્યા હતા.

ખરેખર, સલમાન ખામ શોના કંટેસ્ટેંટ કરણ કુંદ્રા સાથે વાત કરે છે. આ દરમિયાન તે ભૂલથી કરણ કુંદ્રાને રાજ કુંદ્રા કહી દે છે. પછી સલમાન કહે છે કે, કરણ કુંદ્રા સમજી ગયા અને રાજ કુંદ્રા પણ સમજી ગયા. જો કે, આ બધુ મજાકમાં થયુ હતુ. પરંતુ કેટલાક યુઝર્સ કહી રહ્યા છે રાજ કુંદ્રાનું નામ લેવાની જરૂરત શું હતી.

Shah Jina