શાહરૂખ ખાન ભલે બોલીવુડનો કિંગ કહેવાતો હોય પણ બોક્સઓફિસનો અસલી કિંગ તો સલમાન ખાન જ છે. એટલે જ તો સલમાનની ફ્લોપ મુવી પણ આરામથી 100 કરોડ રૂપિયા કમાઈ લે છે. સલમાન બોલીવુડના અમીર અભિનેતાઓમાંથી એક છે. એક રીપોર્ટ પ્રમાણે 2017માં સલમાન ખાને 232 કરોડ રૂપિયા કમાયા હતા અને આજે પણ એ કમાણી આગળને આગળ વધતી જ રહે છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન જેટલી કમાણી કરે છે એમ તે ખર્ચ કરવામાં પણ પાછું વળીને જોતો નથી. તેમની પાસે એવી એવી વસ્તુઓ છે જેની કિંમત જાણીને તમે ચોંકી જશો.
સાઇકલ –

સલમાન ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર સાઇકલ ચલાવતો નજરે જોવા મળે છે. શું તમે જાણો છો કે સલમાન ખાનની આ સાઈકલની કિમત કેટલી છે? તમે વિચારતા હશો કે 25 કે 50 હજારની હોય એનાથી વધુ મોંઘી થોડી હોય પણ ના એવું નથી. તમને જણાવી દઈએ કે સલમાન ખાનની આ સાઇકલની કિંમત 4 લાખ 32 હજાર રૂપિયા છે. સામાન્ય વ્યક્તિ તો આટલા પૈસામાં ગાડી લઈને ફરે.
બાઈક –

બાઈકનો શોખ ફક્ત જોન અબ્રાહમ અને મહેન્દ્રસિંહ ધોની ને જ છે એવું નથી, સલમાનને પણ બાઈક સાથે બહુ પ્રેમ છે. સલમાન પાસે 4 બાઈક છે જેની કિંમત 15 થી 16 લાખની આસપાસ છે.
કાર –

સાઇકલ અને બાઈક પછી વારો આવે છે કારનો. તો તમને જણાવી દઈએ કે દબંગ ખાન સલમાન પાસે લગ્ઝરી કારણો કાફલો છે. તેની કારના કાફલામાં 9 ગાડીઓ સામેલ છે જેમાં મર્સિડીઝથી લઈને લેંડ ક્રુઝર, ઔડી, રેંજ રોવર જેવી બધી જ ગાડીઓ સામેલ છે. તેની કારની કિંમત 1 કરોડથી લઈને 2.32 કરોડ સુધીની છે.
પ્રાઇવેટ યોર્ટ –

સલમાન ખાને પોતાના 50મા જન્મદિવસના દિવસે એક યોર્ટ ખરીદી હતી જેની કિંમત 3 કરોડ રૂપિયા છે. સલમાન પોતના પરિવાર અને મિત્રો સાથે ઘણીવાર અહીં જ પાર્ટી કરતો જોવા મળે છે.
ગેલેક્સી એપાર્ટમેન્ટ (ઘર) –

શાહરૂખ ખાનના બંગલા મન્નતની જેમ સલમાન ખાનનું ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ બહુ ફેમસ છે. ઘણીવાર તેના ફેન્સની ભીડ ત્યાં ઘરની બહાર જોઈ શકાય છે. આજની તારીખમાં પણ એ ઘરની કિંમત 16 કરોડ રૂપિયા છે.
ત્રીપ્લેક્સ ફ્લેટ –

સલમાન ખાને બાંદ્રા વિસ્તારમાં જ ઉબર લકઝરી એપાર્ટમેન્ટનો 11મો માળ ખરીદી લીધો છે. આની કિંમત 30 કરોડથી પણ વધુ છે. કહેવાય રહ્યું છે કે આ ફ્લેટનું કામ પૂર્ણ થયા પછી સલમાન પોતાના આખા પરિવાર સાથે ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડીને અહીં રહેવા આવી જશે.
પનવેલ ફાર્મહાઉસ –

પનવેલમાં 150 એકરમાં સલમાનનું ફાર્મહાઉસ આવેલું છે જેમાં 3 બંગલા પણ છે. આ સિવાય અહીં જીમ, પુલ, ઘણા બધા પ્રાણીઓ જેમાં 5 ઘોડા પણ છે. કામનો થાક દુર કરવા માટે સલમાન અને તેનો પરિવાર આરામ કરવા માટે અહીં આવતા હોય છે. આ ફાર્મહાઉસની કિંમત 80 કરોડ છે.
ગોરાઈ બીચવાળું ઘર –

સલમાને પોતાના 51મા જન્મદિવસ પર ગોરાઈ બીચ પર એક 5 BHK ફાર્મહાઉસ ખરીદ્યું હતું જેમાં જીમ સ્વીમીંગ પુલ અને થીએટર હોલ બધું જ છે. સલમાનની આ પ્રોપર્ટી લગભગ 100 કરોડની છે.
ક્લોથીંગ બ્રાંડ –

સલમાનની બીઈંગ હ્યુમન નામની જે કપડાની બ્રાંડ છે જે યુવાનોમાં ખુબ લોકપ્રિય છે. તેની માર્કેટ વેલ્યુ 235 કરોડ રૂપિયા છે. આમાંથી થતી કમાણીના 8 થી 10 ટકા સલમાન દાન કરી દે છે.
તો તમારા ગ્રુપમાં જે પણ સલમાનના ફેન હોય તેઓને જરૂર ટેગ કરજો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.