મનોરંજન

સાઈ માંજરેકર પહેલા સલમાન ખાને આ 6 અભિનેત્રીઓને કરી ચુક્યા છે લોન્ચ, કોઈ છે હિટ તો કોઈ છે ફ્લોપ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને ઇન્ડસ્ટ્રીના રોબિન હૂડ માનવામાં આવે છે અને તેમને માત્ર બ્લોકબસ્ટર ફિલ્મો જ નથી આપી પણ ઘણા નવા ચહેરાઓને પણ લોન્ચ કર્યા છે. સલમાન ખાનના કારણે ઘણા એક્ટરો આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. સલમાન ખાને બોલિવૂડમાં ઘણા હીરો-હિરોઇનોને તક આપી છે. કેટલાકની સાથે તો એમને પોતે જ કામ કર્યું છે અને કેટલાકને લોન્ચ કર્યા છે.

Image Source

સોનાક્ષી સિંહા, કેટરીના કૈફ, ડેઝી શાહ જેવી ઘણી અભિનેત્રીની કારકિર્દી બનાવી ચૂકેલા સલમાન ખાન હાલમાં મહેશ માંજરેકરની દીકરી સાઈ માનજરેકરની કારકિર્દી સેટ કરવામાં લાગ્યા છે. હાલના દિવસોમાં સલમાન ખાન તેમની આવનારી ફિલ્મ દબંગ 3ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ ફિલ્મમાં તેઓ સાઈ માંજરેકરને લોન્ચ કરી રહ્યા છે. આ પહેલા પણ સલમાન ખાન ઘણી અભિનેત્રીઓના મેન્ટોર બનીને તેમનું બોલિવૂડમાં ડેબ્યુ કરાવી ચુક્યા છે. તો આજે જોઈએ એવી અભિનેત્રીઓ વિશે કે જેમને સલમાન ખાને લોન્ચ કરી છે.

1 – સાઈ માંજરેકર:

Image Source

સાઈ માંજરેકર નિર્માતા-નિર્દેશક-અભિનેતા મહેશ માંજરેકરની દીકરી છે. સાઈ સલમાન ખાન ફિલ્મ દબંગ 3માં જોવા મળશે. સંજય માંજરેકર સલમાન ખાનના કરીબી છે, એવામાં સલમાન ખાને તેમની દીકરીની કારકિર્દીની જવાબદારી ઉઠાવી છે. ફિલ્મમાં સાઈ સલમાન ખાનના યુવા પાત્ર સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

2 – ભૂમિકા ચાવલા:

Image Source

ભૂમિકા ચાવલા ભારતીય સિનેમામાં પહેલાથી જ એક્ટિવ હતી, પણ તેમને બોલિવૂડમાં સલમાન ખાન સાથે ફિલ્મ તેરે નામમાં ડેબ્યુ કર્યું અને સ્ટાર બની ગઈ. ફિલ્મમા ભૂમિકાએ નિર્જલાનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. ભૂમિકાને પણ સલમાન ખાને જ લોન્ચ કરી હતી.

3 – સોનાક્ષી સિંહા:

Image Source

વર્ષ 2010માં ફિલ્મ દબંગથી સોનાક્ષી સિંહાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને આજ સુધી તે સતત આ સિરીઝની લીડ અભિનેત્રી રહી છે. આ ફિલ્મમાં લોકોને સોનાક્ષીનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું અને તે ઇન્ડસ્ટ્રીમાં એક હિટ અભિનેત્રી બની ગઈ.

4 – ડેઝી શાહ:

Image Source

વર્ષ 2014માં સલમાન ખાન ફિલ્મ ‘જય હો’થી બોલિવૂડમાં નવો ચહેરો લાવ્યા હતા. ડેઝી શાહ ફિલ્મોમાં આવતા પહેલા બેકગ્રાઉન્ડ ડાન્સર અને કોરિયોગ્રાફર હતી. પરંતુ સલમાને ડેઝીના અભિનયના ટેલેન્ટને બહાર લાવીને તેને ફિલ્મમાં તક આપી અને ફિલ્મ જય હોમાં લીડ અભિનત્રીનો રોલ આપ્યો.

5 – સ્નેહા ઉલ્લાલ:

Image Source

સ્નેહા ઉલ્લાલને પણ સલમાન ખાને જ લોન્ચ કરી હતી. કેટલાક લોકોનું માનવું હતું કે તે ઐશ્વર્યા રાયની હમશકલ હોવાના કારણે સલમાન ખાને તેમને ફિલ્મમાં લીધી હતી. સ્નેહા ઉલ્લાલ ફિલ્મ લકી- નો ટાઈમ ફોર લવમાં સલમાન ખાનની ઓપોઝિટ જોવા મળી હતી.

6 – અથિયા શેટ્ટી:

Image Source

સલમાન ખાને પોતાના હોમ પ્રોડક્શનમાં સુનિલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીને પણ લોન્ચ કરી હતી. વર્ષ 2015માં ફિલ્મ હીરોથી સલમાન ખાને અથિયા શેટ્ટીને અને આદિત્ય પંચોલીના દીકરા સુરજ પંચોલીને પણ લોન્ચ કર્યો હતો. આ ફિલ્મ બંનેની ડેબ્યુ ફિલ્મ હતી.

7 – ઝરીન ખાન:

Image Source

ઝરીન ખાનને સલમાન ખાને વર્ષ 2010માં ફિલ્મ વીરથી લોન્ચ કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે મિથુન ચક્રવર્તી, જેકી શ્રોફ અને સોહેલ ખાન પણ હતા. આ પછી તે એકાદબે ફિલ્મોમાં જોવા મળી પણ તેમની કારકિર્દી ડામાડોળ રહી. જો કે તેમ છતાં તેઓ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.