પહેલી પત્ની રીના સાથે તલાક બાદ આમિર ખાનની થઇ ગઇ હતી ખરાબ હાલત, પછી સલમાને શું કર્યું…જુઓ

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન આ દિવસોમાં તેમના તલાકને લઇને ચર્ચામાં છે. આમિર ખાન અને કિરણ રાવના તલાકથી બધા હેરાન છે. તમને જણાવી દઇએ કે, આમિર ખાને તેમની પહેલી પત્ની રીના દત્તા સાથે વર્ષ 1986માં લગ્ન કર્યા હતા અને લગ્નના 16 વર્ષ બાદ બંનેએ તલાક લઇ લીધા હતા.

આમિર ખાન અને રીના દત્તાના તલાક બાદ આમિર ખાન તૂટી ગયા હતા અને તેમાં તેમની સલમાન ખાને મદદ કરી હતી. તેનો ખુલાસો પોતે આમિરે કરણ જોહરના ચેટ શોમાં કર્યો હતો.

આમિર ખાને જણાવ્યુ કે, સલમાનની મારા જીવનમાં એન્ટ્રી ત્યારે થઇ જયારે હું જીવનના દુખદાયી દોરથી ગુજરી રહ્યો હતો. ત્યારે મારી પત્ની સાથે મારો તલાક થયો હતો. પરંતુ બાદમાં જયારે અમે એકબીજાથી ટકરાયા તો સલમાને મને મળવાની ઇચ્છા જતાવી.

આમિર ખાને કહ્યુ કે, જયારે રીના સાથે તલાક થયો ત્યારે તે ખરાબ હાલતમાં હતા. તે સમયે સલમાને મને મળવા માટે કહ્યુ. તે બાદ અમે મળ્યા, અમે ખૂબ પીધુ અને વાતો કરી. તે બાદ સલમાન સાથે મારો સંબંધ બદલાઇ ગયો અને અમારા બંનેની મિત્રતા થઇ ગઇ

તેમણે આગળ કહ્યુ કે અમે બીજીવાર મળ્યા. સાથે બેસ્યા અને એકબીજા સાથે ભળી ગયા. ત્યારથી સલમાન સાથે એક સાચી મિત્રતાની શરૂઆત થઇ, જે ઝડપથી વધતી ગઇ. એક સમય એવો પણ આવ્યો કે જયારે આમિર ખાન સલમાનને ના પસંદ કરતા હતા અને તેમણે દૂરી બનાવવાનો નિર્ણય કર્યો. આ કડવાહટનું કારણ ફિલ્મ “અંદાજ અપના અપના” દરમિયાન સલમાનનો બરતાવ હતો.

Shah Jina