આ છે સલમાન ખાનની 11 પ્રેમિકાઓ, એક તો લગ્ન કરવા પાકિસ્તાનથી ભાગીને આવી હતી
બોલીવુડના દબંગ ખાન એવા અભિનેતા સલમાન ખાન ફિટ અને હેન્ડસમ અભિનેતાઓમાના એક છે. 27-ડિસેમ્બર 1965 ના રોજ જન્મેલા સલમાન 55 વર્ષના થઇ ચુક્યા છે. પોતાની કારકિર્દીમાં સલમાનનું નામ અનેક અભિનેત્રીઓ અને મૉડલ્સ સાથે જોડાયુ હતું પણ આજ સુધી કોઈની પણ સાથે લગ્ન નથી કર્યા. આજે અમે તમને જણાવીશું કે અત્યાર સુધીમાં સલમાનની કેટલી ગર્લફ્રેન્ડ રહી ચુકી છે.

1. શાહીન જાફરી:
માનવામાં આવે છે કે સલમાનની પહેલી પ્રેમિકા શાહીન જાફરી હતી જે અભિનતા અશોક કુમારની પૌત્રી અને કિયારા અડવાણી માસી છે. સલમાન ખાન માત્ર 19 વર્ષના હતા અને ફિલ્મોમાં આવ્યા પણ ન હતા તે સમયે સલમાન અને શાહીન એકબીજાને પસંદ કરતા હતા.

2. સંગીતા બિજલાની:
બોલીવુડમાં આવ્યા પછી સલમાનનો પહેલો પ્રેમ સંગીતા બિજલાની માનવામાં આવે છે. બંનેએ ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરી હતી, લગ્નના કાર્ડ પણ છપાઈ ગયા હતા પણ અચાનક જ સંગીતાએ લગ્ન માટે ના કહી દીધી હતી.

3. સોમી અલી:
કરાંચીમાં જન્મેલી સોમી અલીને સલમાન પ્રત્યે એટલો ક્રશ હતો કે તે તેને મળવા માટે મુંબઈ આવી ગઈ હતી. ત્યારે સોમી માત્ર 16 વર્ષની જ હતી. મુંબઈ આવીને તેણે મોડેલીંગ શરૂ કરી,અને સલમાનને ડેટ પણ કરવા લાગી હતી. જો કે અમુક સમય પછી સોમી પણ દૂર ચાલી ગઈ.

4. ઐશ્વર્યા રાય:
સલમાન અને ઐશ્વર્યાની પ્રેમ કહાની જગજાહેર છે. ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ દ્વારા એકબીજાની નજીક આવેલા સલમાન-ઐશ્વર્યાની જોડી ઐતિહાસિક બનીને રહી ગઈ. તે સમયે બંનેના રિલેશનની ખુબ ચર્ચાઓ થતી હતી. પણ અમુક કારણોને લીધે ઐશ્વર્યાએ સલમાનને છોડી દીધો, અને બંને લગ્ન ન કરી શક્યા.

5. કૈટરીના કૈફ:
કૈટરિનાની કારકિર્દી બનાવવામાં સલમાનનું ખુબ મોટું યોગદાન રહ્યું છે. ફિલ્મ મૈને પ્યાર કયો કિયા પછી બન્નેના રિલેશનની ખબરો સામે આવી હતી. પણ સલમાનના ખરાબ વ્યવહારને લીધે કૈટરિનાએ સલમાનથી દુરી બનાવી લીધી અને રણબીર કપૂરને ડેટ કરવા લાગી હતી, જો કે હાલ કૈટરીના વિક્કી કૌશલને ડેટ કરી રહી છે.

6. એમી જેક્સન:
અભિનેતા પ્રતીક બબ્બરની ગર્લફ્રેન્ડ રહી ચુકેલી એમી જેક્સનનું નામ પણ સલમાન સાથે જોડાયુ હતું. પણ પછી બંને અલગ થઇ ગયા.

7. સ્નેહા ઉલ્લાલ:
ફિલ્મ લકી દ્વારા સલમાન સાથે ડેબ્યુ કરનારી સ્નેહા ઉલ્લાલ પણ એક સમયે સલમાન સાથે રિલેશનમાં હતી. સ્નેહાને ઐશ્વર્યાની હૂબહૂ હમશકલ માનવામાં આવે છે, જો કે બંને જલ્દી જ અલગ થઇ ગયા હતા.

8. ઝરીન ખાન:
બોલીવુડમાં ઝરીન ખાનને લાવવાનો શ્રેય પણ સલમાનને જ જાય છે. માવનવામાં આવે છે કે વીર ફિલ્મના પહેલા ઝરીનનું વજન 100 કિલો હતું અને તે સમયે જ સલમાને ઝરીનને ફિલ્મ વીર માટે સાઈન કરી લીધી હતી. વીર ફિલ્મ પછી બંનેને ઘણા મૌકાઓ પર સાથે જોવામાં આવ્યા હતા.

9. ડેજી શાહ:
કોરિયગ્રાફર અને ડાન્સર ડેજી શાહને સલમાનની ફિલ્મ જય હોમાં કામ કરવાનો મૌકો મળ્યો હતો. જો કે ડેજી સલમાનની ફિલ્મ તેરે નામના ના એક ગીતમાં બેક ડાન્સર સ્વરૂપે પણ જોવા મળી ચુકી છે. આ ફિલ્મ પછી બંનેના રિલેશનની ચર્ચાઓ સામે આવી હતી.

10. ક્લોડિયા સીએલ્સા:
ક્લોડિયા સીએલ્સા એક મૉડલ છે અને તે અક્ષય કુમાર સાથે આઈટમ સોન્ગ ઓ બલમામાં જોવા મળી ચુકી છે. બંનેએ અમુક સમય સુધી એકબીજાને ડેટ કરી હતી.

11. યુલિયા વંતૂર:
તાજેતરમાં સલમાનની ગર્લફ્રેન્ડ રોમની મૉડલ યુલિયા વંતૂર છે. ખાન પરિવારની પાર્ટી કે ઇવેન્ટમાં યુલિયા ચોક્કસ જોવા મળે છે.