ફિલ્મી દુનિયા

સલમાન ખાને કિસ ન કરવાનો બનાવેલ નિયમ, જાણો આ મોટું કારણ

બોલીવુડનો દબંગ ખાન એટલે કે, ભાઈજાન આજે તેનો 54મોં બર્થડે મનાવી રહ્યો છે. ત્યારે આજે તેના બર્થડેના દિવસે અમે તમે તેના જાણ્યા-અજાણ્યા કિસ્સા વિષે વાત કરીશું.

 

View this post on Instagram

 

A post shared by Dabangg3 Xmas2019 (@salman__fandom) on

સલમાન ખાનની હાલમાં જ દબંગ-3 ફિલ્મ રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં સલમાન 2 હિરોઈન સાથે રોમાંસ કરતો નજરે ચડશે. સલમાન ખાન ભલે ગમે તેટલી રોમેન્ટિક ફિલ્મ કરે પણ તેની એક્ટ્રેસને ભૂલથી પણ કિસ નથી કરતો. સલમાન ખાનની ફિલ્મ રોમેન્ટિક સીન ના હોવા છતાં પણ તે કરોડો રૂપિયાની કમાણી કરે છે. ભાઈજાન બોલીવુડનો એક એવો એક્ટર છે જોઈ ફિલ્મમાં રોમાન્સ ભરપૂર હોય છે પરંતુ તે ક્યારે પણ કોઈ એક્ટ્રેસને કિસ નથી કરતો. સલમાન ખાનનો આ કિસ ના કરવાનો નિયમ ઘણા સમયથી છે. તમે સલમાન ખાનની કોઇ પણ ફિલ્મ જોઈ લો તે કોઈ એક્ટ્રેસને ગળે તો લગાડી લેશે પરંતુ લીપકિસ નહીં કરે.

 

View this post on Instagram

 

A post shared by Sonakshi Sinha FC (@sonakshisinhadaily) on

બોલીવુડના દિગ્ગ્જ કલાકારો શાહરુખ ખાન, અજય દેવગણ અને આમિર ખાન જેવા કલાકરો કિસ કરતા બિલકુલ સંકોચ નથી કરતા. સલમાન ખાનની કિસની વાત કરવામાં આવે તો તેને અત્યાર સુધીમાં એકજ વાર કિસનો સીન આપ્યો છે. સલમાન ખાને સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘મૈને પ્યાર ક્યુ કિયા’ માં ભાગ્ય શ્રીસાથે કર્યો હતો. પરંતુ સલમાને આ સીન માટે ભાગ્યશ્રીને અડી પણ ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@salmankhanhandsomehunk) on

અડ્યા વગર લિપલોક સીન કેવી રીતે થયો એ પાછળનું પણ એક કારણ છે. બડજાત્યાએ ભાગ્યશ્રી અને સલમાનને મનાવવામાં માટે જમીન આસમાન એક કરી દીધા હતા. બંનેએ લિપલોક કરવા માટે બિલકુલ તૈયાર ના હતા ત્યારે સૂરજ બડજાત્યાએ કાચનો એક ગ્લાસ વચ્ચે લગાડી દીધો હતો અને આ રીતે લિપલોકનો સીન શૂટ કર્યો હતો. આ બાદ સલમાન ખાને કયારે પણ કિસ સીન નથી કર્યો.

 

View this post on Instagram

 

A post shared by ♚ ♚ (@beingsalmankhan.forever) on

સલમાન ખાનનું કિસ ના કરવા પાછળનું કારણ ‘નો કિસ ક્લોઝ’ છે. ફિલ્મમાં આવતા પહેલા જ સલમાન ખાને ફેંસલો કરી લીધો હતો કે, તે કયારે પણ કોઈ એક્ટ્રેસને કિસ નહીં કરે. સલમાન ખાને આ નિયમ હજુ સુધી નિભાવ્યો પણ છે. જે આજ દિવસ સુધી નથી તોડ્યો. ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ તે એ વાતની સફાઈ કરી લે છે કે તે ફિલ્મમાં કોઈ કિસ સીન નહીં કરે.

 

View this post on Instagram

 

A post shared by ♚ ♚ (@beingsalmankhan.forever) on

સલમાનનું કિસ ના કરવા પાછળનું માનવું છે કે, તેની ફિલ્મ પારિવારિક હોય છે તેની ફિલ્મમાં સીન આપવો એ સાચું નથી. જણાવી દઈએ કે, ફિલ્મ ‘જબ તક હૈ જાન’માં શાહરુખ ખાને કેટરીના કૈફને નો કિસ ક્લોઝ તોડીને પણ લિપ કિસ કરી હતી. અજય દેવગણે તેની ફિલ્મ ‘શિવાય’માં એક્ટ્રેસ એરિકા ફર્નાડિસ સાથે લાંબો કિસ સીન આપ્યો હતો. આમિર ખાનની વાત કરવામાં આવે તો તેમાટે નો કિસ ક્લોઝ માનવામાં નથી આવતું. આમિર ખાન કહાનીની ડિમાન્ડ પર કિસ સીન કરે છે.

 

View this post on Instagram

 

A post shared by ♚ ♚ (@beingsalmankhan.forever) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.