ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ગુરુવારની સવારે એક યુવકે ભારે ધમાલ મચાવી હતી. રસ્તે ચાલતા લોકોને કારણ વગર જ મારવાનું શરૂ કરી દીધું હતું. ગાડીઓના કાંચ તોડી નાખ્યા. સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી અને આ વ્યક્તિને કાબુમાં લાવવા માટે પોલીસને ખુબ મહેનત કરવી પડી હતી.

વ્યક્તિને માછલી પકડવાની જાળીથી કાબુમાં લાવવામાં આવ્યો અને હાથ-પગ દોરડા વડે બાંધીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. જણાવી દઈએ કે આ વ્યક્તિ એક સમયે બોલીવુડના અભિનેતા સલમાન ખાનનો બોડીગાર્ડ રહી ચુક્યો છે.

સલમાન ખાનના પૂર્વ બોડીગાર્ડ અનસ કુરૈશીએ નશાની હાલતમાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ખુબ હલ્લો મચાવ્યો હતો. ગુરુવારે ત્યાં રસ્તા પર ચાલનારા લોકો પર અનસે મારપીટ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અનસે સ્ટેરૉઇડનો ઓવરડોઝ લઇ લીધો હતો જેનાથી તેમણે પોતાના પરથી જ નિયંત્રણ ગુમાવી દીધું હતું.

જેના પછી લોકોની ફરિયાદ કરવા પર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને અનસ કુરૈશીને દોરડા અને માછલી પકડવાની જાળીથી મદદથી કાબુમાં લાવવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે એક સમયે અનસ કુરૈશી સલમાન ખાનની સુરક્ષા કરવાનું કામ કર્યા કરતો હતો. સ્ટેરોઈડના ઓવરડોઝને લીધે અનસે મુરાબાદના રસ્તાઓ પર હલ્લો મચાવી દીધો હતો અને પોતાનો હોંશ-કોંશ ગુમાવી બેઠો હતો. એવામાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

અનસ પોતાનો કાબુ ગુમાવાને લીધે રસ્તા પરના લોકોને મારી રહ્યો હતો. આવતી-જતી ગાડીઓ પર લોખંડના સળિયા વડે મારતો હતો. જે કોઈપણ સામે દેખાઈ જાય તેના પર તે માર-પીટ કરતો હતો આ વચ્ચે જ કોઈ એક વ્યક્તિએ પોલીસને સૂચના આપી દીધી.

પોલીસે જણાવ્યું કે જિમ જતા પહેલા અનસે સ્ટેરોઈડ (શક્તિવર્ધક દવા)નો ઓવરડોઝ લઇ લીધો હતો, જેને લીધે તે હિંસક થઇ ગયો અને લોકો સાથે આવો વર્તાવ કરવા લાગ્યો હતો. જીમમાંથી તે ઘરે આવી ગયો હતો અને રાતે જમીને સુઈ ગયો હતો પણ સવારે તે ઉઠ્યો તો તેની માનસિક સ્થિતિ ખરાબ થઇ ગઈ હતી અને ઘરેથી બહાર નીકળતા જ તેની માનસિક હાલત બગડી ગઈ હતી.

અનસની ધરપકડ કર્યા પછી તેને જિલ્લા હોસ્પિટલ ઈલાજ માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી તેને બરેલી મેન્ટલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. અનસ મુંબઇ માં રહે છે પણ દસ દિવસ પહેલા તે મુરાદાબાદ આવ્યો હતો. અનસ કુરૈશી મિસ્ટર મુરાદાબાદનો ખિતાબ જીતવા માગતો હતો પણ તે બીજા નંબર પર રહી ગયો જેને લીધે તે ખુબ જ દુઃખી હતો.

દોઢ વર્ષ પહેલા પિતરાઈ બહેને અનસ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં તેને જેલની સજા પણ થઇ હતી. સલમાન ખાનના હાલના બોડીગાર્ડ શેરાના પહેલા અનસ સલમાન ખાનનો બોડીગાર્ડ હતો અને તાજેતરમાં તે મહારાષ્ટ્રના એક મંત્રીના બોડીગાર્ડના સ્વરૂપે કામ કરી રહ્યો છે.

આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે પોલીસ અને ફાયરબ્રિગેડની ટિમ અનસને પકડવાની કોશિશ કરી રહ્યા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.