સલમાન ખાન રંગાયો ગણપતિ બાપ્પાના રંગમાં, બહેનના ઘરે જઈને કરી આરતી, જોઈને ચાહકો પણ થયા દીવાના, જુઓ વીડિયો

હાલ દેશભરમાં ગણપતિ ઉત્સવ ચાલો રહ્યો છે અને ઠેર ઠેર બાપ્પાના પંડાલમાં ગણેશભક્તો બાપ્પાના દર્શનનો લ્હાવો લઇ રહ્યા છે. ઘણા લોકો પોતાના ઘરે પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરતા હોય છે. તો બોલીવુડના સેલેબ્સ માટે પણ આ તહેવાર ખુબ જ લોકપ્રિય છે. ઘણા સેલેબ્સ પોતાના ઘરમાં ગણપતિની સ્થાપના કરી અને વિસર્જન સુધીની ધામધૂમથી તૈયારીઓ કરતા હોય છે.

ત્યારે બધા વચ્ચે બોલીવુડના ભાઈજાન સલમાન ખાન પણ બાપ્પાના રંગમાં રંરંગાયેલો જોવા મળ્યો હતો. સલમાન ખાનની બહેન અર્પિતા ખાન પણ તે લોકોમાં સામેલ છે જેઓ દર વર્ષે પોતાના ઘરે ગણપતિ બાપ્પા લાવે છે. દર વર્ષે અર્પિતા પોતાના ઘરે ગણપતિની મૂર્તિ લાવે છે અને ઘણા સેલેબ્સ તેને જોવા આવે છે. બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને પણ અર્પિતાના ઘરે જઈને ગણપતિ બાપ્પાની આરતી અને દર્શન કર્યા હતા. સલમાન ખાને ગણેશ ચતુર્થીના આ સેલિબ્રેશનનો એક વીડિયો શેર કર્યો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના દિવસે સલમાન ખાન અર્પિતાના ઘરે ગયો હતો. તેણે ગણેશ ચતુર્થીની પૂજાનો વીડિયો શેર કર્યો છે. જેમાં તે આરતી કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા સલમાન ખાને લખ્યું “ગણપતિ બાપ્પા મોરિયા.” વીડિયોમાં સલમાન સફેદ શર્ટ અને ડેનિમ્સમાં જોવા મળી રહ્યો છે. તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સલમાન સિવાય રિતેશ દેશમુખ, અર્પિતા અને આયુષ આરતી કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

ગણપતિ પૂજા માટે અર્પિતા અને આયુષના ઘરે ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. કેટરીના કૈફ પતિ વિકી કૌશલ સાથે પહોંચી હતી. આ સિવાય રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, સોહેલ ખાન સહિત ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન ટૂંક સમયમાં કેટરિના કૈફની સામે ‘ટાઈગર 3’માં જોવા મળશે. આ સિવાય તે ‘કિસી કા ભાઈ… કિસી કી જાન’માં પૂજા હેગડે સાથે જોવા મળશે. આ ફિલ્મ એક્શન, રોમાન્સ અને કોમેડીથી ભરપૂર હશે. તાજેતરમાં જ આ ફિલ્મમાંથી તેનો લુક સામે આવ્યો હતો. સલમાન છેલ્લે આયુષ શર્મા સાથે ફિલ્મ “અંતિમ”માં જોવા મળ્યો હતો.

Niraj Patel