ખબર ફિલ્મી દુનિયા

ગણેશ વિસર્જન સમયે સલમાન ખાન મન મૂકીને નાચ્યો- વિડીયો થયો જોર વાઇરલ

હાલના દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખુબ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકો હોય કે પછી બૉલીવુડ કલાકારો હોય દરેકમાં આ તહેવારને લઈને ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં ધામધૂમથી બાપાનું સ્વાગત કર્યા પછી બોલીવુડના દિગ્ગ્જ લોકો ઢોલ-નગારા, વાજ-ગાંજાની સાથે બાપાને વિદાઈ આપીને વિસર્જન પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

Ganpati Bappa Morya 🙏 thank you for blessing us with your grace 🙏

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

સલમાન ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે ગણેશ ચતુર્થીના દિવસે બાપાની પધરામણી માટે ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. પુરા ખાન પરિવારે બાપાનું ઉત્સાહ અને ઉમંગની સાથે સ્વાગત કર્યું હતું.

 

View this post on Instagram

 

Blessed with the best ♥️ @aaysharma & our baby boy Ahil 💋

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

એવામાં હવે અર્પિતાના ઘરેથી બાપાને વિદાઈ આપવામાં આવી રહી છે. અર્પિતાના ઘરે ગણેશ વિસર્જન માટે સલમાન ખાન, સોનાક્ષી સિંહા, ડેજી શાહ, સ્વરા ભાસ્કર, ડિનો મોરિયા, નેહા ધૂપિયા અને અંગદ બેદી તથા ખાન પરિવાર હાજર રહ્યો હતો.

Image Source

બાપાના વિસર્જનના સમયે સલમાન ખાને દેસી અંદાજમાં મન ભરીને પુરા જોશમાં ડાન્સ કર્યો હતો. આ સમારોહની તસ્વીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેર થયેલા છે. અમુક વીડિયોમાં સલમાન ખાન સાથે સ્વરા ભાસ્કર અને ડેજી શાહ પણ પુરા જોશમાં ડાન્સ કરતા જોવા મળ્યા છે.

Image Source

બેકગ્રાઉન્ડમાં ઢોલ-નગારાનો અવાજ સંભળાઈ રહ્યો છે અને દબંગ ખાન એકદમ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યા છે. સલમાનની ભાણેજ એલિજે અગ્નિહોત્રી પણ ડાન્સ કરતી જોવા મળી રહી છે.

Image Source

વિસર્જનાના સમયે પહેલા તો સલમાન ખાને ભાણિયા આહિલની સાથે બાપાની આરતી કરી હતી. જેમાં ખાન પરિવારના બાકીના સદસ્યો પણ દેખાઈ રહ્યા છે. આ સિવાય નેહા ધૂપિયા-અંગદ બેદી અને સલમાન ખાનના બોડીગાર્ડ શેરા પણ બાપાની આરતી કરતા દેખાઈ રહ્યા છે.

Image Source

વિસર્જનના સમયે સલમાનની સાથે દરેક કોઈ બાપાના રંગમાં રંગાઈ ગયેલા દેખાઈ રહ્યા છે. દરેક કોઈ મસ્તીના મુડમાં ઢોલ-નગારા સાથે જુમી રહ્યા છે.

Image Source

વર્કફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ સલમાન ખાન પ્રભુ દેવાની ફિલ્મ દબંગ-3 માં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન અને સાઉથ અભિનેતા સુદીપ પણ જોવા મળશે. ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રિલીઝ થઇ શકે તેમ છે.

જુઓ સલમાન ખાનનો ડાન્સ કરતો વિડીયો-1:

વિડીયો-2:

વિડીયો-3:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks