દરિયાદિલી હોય તો ભાઈજાન જેવી…ફેન્સ બોલ્યા ‘ઉપર ભગવાન, ધરતી પર સલમાન ખાન’- જુઓ વિડીયો
બોલીવુડના દબંગ ખાન એવા અભિનેતા સલમાન ખાન ફિલ્મોમાં પોતાના અભિનય, વ્યક્તિગત જીવન અને પોતાની દરિયાદિલીને લીધે પણ જાણવામાં આવે છે. સલમાનના આજે કરોડો ચાહનારાઓ છે.
View this post on Instagram
સલમાન ખાન લોકો અને બાળકો સાથે સમય વિતાવતા અને મસ્તી કરતા પણ જોવા મળે છે. આ સિવાય સલમાન કેન્સર પીડિત લોકોની મદદ તો ક્યારેક મજૂરો માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ ઉઠાવી ચુક્યા છે. એવામાં સાલમના ખાને હાલમાં જ ઇન્સ્ટા એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બાળકો સાથે મસ્તી અને ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે.

જો કે સલમાનનો આ વીડિયો ઘણા સમયે પહેલાનો છે પણ તેમણે વર્લ્ડ સિન્ડ્રોમ ડે પર શેર કર્યો છે. વીડિયો શેર કરીને સલમાન ખાને લખ્યું કે,”ઉમંગના બાળકો સાથે ડાન્સ. ભગવાન તમને ખુશ રાખે”. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીત સલમાન બાળકોને ડાન્સ શીખડાવી રહ્યા છે અને તેઓની સાથે મસ્તી કરી રહ્યા છે.

સલમાન ખાન તેની ઓન સ્ક્રીન માં બીના કાકના ના એક ‘ઉમંગ’ નામના એનજીઓની મુલાકાતે ગયા હતા અને આ વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો, વીડિયોમાં બીના કાક, સોનાક્ષી સિંહા અને બોડીગાર્ડ શેરા પણ દેખાઈ રહ્યા છે.

વીડિયોને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને વાયરલ પણ થઇ રહ્યો છે. સલમાનના આ વીડિયો પર ચાહકો દ્વારા ‘ઉપર ભગવાન, ધરતી પર સલમાન ખાન’,’તમને તો મળી છે દુઆઓ તમારું કોઈ કંઈ નહિ કરી શકે” જેવી અનેક શાનદાર કમેન્ટ્સ પણ મળી છે.
View this post on Instagram
સલમાન ખાનની ફિલ્મ ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ અમુક જ દિવસોમાં રિલીઝ થઇ શકે તેમ છે, આ સિવાય તે ટાઇગર-3 ની શૂટિંગ પણ જલ્દી શરૂ કરશે, જેમાં તેની સાથે ઇમરાન હાશ્મી પણ ખાસ કિરદારમાં જોવા મળશે.
જુઓ સલમાન ખાનનો બાળકો સાથેનો મસ્તી અને ડાન્સ કરતો વીડિયો…
View this post on Instagram