તમને બધાને જ 1988માં આવેલી ફિલ્મ બીવી હો તો ઐસી યાદ હશે. એમ તો આ ફિલ્મમાં રેખા અને ફારૂક શેખ મુખ્ય ભૂમિકામાં હતા, પણ આ સલમાન ખાનની ડેબ્યુ ફિલ્મ હતી. આ ફિલ્મ દ્વારા પહેલીવાર સલમાન ખાન મોટા પડદા પર જોવા મળ્યા હતા. પણ શું તમને એ હિરોઈન યાદ છે કે જેને આ ફિલ્મમાં સલમાન ખાનની પ્રેમિકાની ભૂમિકા ભજવી હતી?

આ યુવતી સલમાન ખાન માટે એવી પાગલ દર્શાવવામાં આવી હતી કે સલમાન ખાન માટે પોતાની છાતી પર ગોળી પણ ખાઈ લે છે. ભોળો ચહેરો અને સુંદર આંખોવાળી આ યુવતી સલમાન ખાનની પ્રેમિકા હતી અભિનેત્રી રેનુ આર્યા. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
બોલિવૂડમાં એવા ઘણા નામો છે કે જે એક સમયે ખૂબ જ પ્રસિદ્ધ થયા પણ પછી અચાનક જ ગુમનામીના અંધારામાં ખોવાઈ ગયા. આવું જ કંઈક સલમાન ખાનની પહેલી હિરોઈન રેનુ આર્યા સાથે થયું. રેનુ આર્યા અચાનક જ ફિલ્મોથી દૂર થઇ ગઈ અને આજે ક્યાં છે એ ઘણા ઓછા લોકો જાણે છે.

બીવી હો તો ઐસી ફિલ્મ પછી રેનુ આર્યાએ અમુક જ ફિલ્મોમાં કામ કર્યું, જેમાં બંજારન અને ચાંદની સામેલ છે, બંજારન ફિલ્મમાં તે ઋષિ કપૂરની પ્રેમિકા બની હતી. ચાંદની ફિલ્મમાં તેને રેખાની મિત્રનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય રેનુ કેટલીક બીજી ફિલ્મોમાં પણ જોવા મળી. જો કે તેનું કારકિર્દી વધુ દિવસ ન ચાલી અને આ પછી તે ગાયબ થઇ ગઈ.

ફિલ્મોની દુનિયાથી દૂર થયા બાદ લોકો એમને ભૂલી ગયા અને ઘણા વર્ષો પછી એકવાર સલમાન ખાન પણ ફલાઇટમાં એમને મળ્યા તો ઓળખી શક્યા ન હતા કે એ રેનુ આર્યા છે.

હાલ રેનુ આર્યા હોમમેકર છે અને ઘર-પરિવારનું ધ્યાન રાખી રહી છે. એવું કહેવાય રહ્યું છે કે લગ્ન બાદ બાળકો અને ઘરને સાચવવા માટે ફિલ્મોથી દૂર થઇ ગયા અને અત્યારે એ બે દીકરીઓની માતા છે – રિયા અને સલોની. રેનુના પતિ નોઈડાની જ એક કંપનીમાં કામ કરે છે.

લગ્ન બાદ રેનુ આર્યાથી રેનુ સિંહ બની ચુકી છે અને સામાન્ય જીવન જીવી રહી છે. એમની બંને દીકરીઓ પણ ગુરુગ્રામની એક માર્કેટિંગ કંપનીમાં કામ કરે છે. રેનુ લગભગ 29 વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે અને હવે તે એકદમ બદલાઈ ચુકી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.